ઊના શહેરમાં આવેલ ઓમકાર ગરબી ચોક પાસે એક દુકાન પાસે બાઇક પાર્કીગ કરેલ હોય અને બાઇક ચાલક પોતાની બાઇક લેવા જતાં અચાનક બેઠવાની સીટ નીચે સાપનું બચ્ચુ જોવા મળતા ગભરાઇ ગયેલ અને તાત્કાલીક સાપ પકડનાર અશોકભાઇને જાણ કરતા સ્થળ પર પહોચી ગયેલ હતા. અને બાઇકની સીટ નીચેથી મહામુસીબતે સાપના બચ્ચાને પકડી ડબ્બામાં પુરી લીધેલ અને સલામત સ્થળે દૂર છોડી મુકવામાં આવેલ હતું. આવી ઘટના બનતા લોકોના ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા. અને લોકોમાં પણ ભય જોવા મળેલ અને સાપ પકડાયા બાદ લોકોએ હાસકારો લીધો હતો.


