ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી -૨૦૨૨ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (exit poll) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિદ્ધ કરવા પર લોકપ્રતિનિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૧(એ)ની પેટાકલમ-૧ હેઠળ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ દરમિયાન તા. ૧૨/૧૧/૨૦૨૨(શનિવારના) સવારે ૦૮:૦૦ વાગ્યાથી તા. ૦૫/૧૨/૨૦૨૨(સોમવાર)ના સાંજના ૦૫:૩૦ વાગ્યા દરમિયાન નકકી કરવું તથા મતદાન પુરૂં થવાના કલાક સાથે પુરા થા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન મતદાન અંગેના અનુમાનો(ઓપિનિયન પોલ) સહિતના કોઇ પણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઇ પણ ઇલકટ્રોનિક માધ્યમો પરથી પ્રસારિત કરવા પર લોકપતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬(૧)(બી) હેઠળ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
