પ્રજાજનો ચૂંટણીને લગતી ફરિયાદો
૧૮૦૦-૨૩૩-૨૬૪૬ ટોલ ફ્રી નંબર પર કરી શકશે
વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને છોટાઉદેપુર ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આચારસંહિતાને લગતી ફરિયાદો પ્રજાજનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૨૬૪૬ પર કરી શકશે.
ભારતના ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો કાર્યક્રમ વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યો છે. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા જણાવ્યા અનુસાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન આદર્શ આચાર સંહિતાનો અમલ થાય અને ચૂંટણી દરમિયાન આચાર સંહિતાને લગતી ફરિયાદોનો નિકાલ માટે ૨૪ કલાક ત્રણ શિફટમાં જિલ્લા કોન્ટેકટ સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જે અન્વયે જિલ્લા કક્ષાએ હેલ્પલાઇન અને ફરિયાદોના નિરાકરણ માટે વિહાંગ સેવક, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી, છોટાઉદેપુરની નિમણુંક નોડલ અધિકારી તરીકે કરવામાં આવી છે.
જિલ્લાના હેડકવાર્ટસમાં ૨૪*૭ ફરિયાદ દેખરેખ નિયંત્રણ કક્ષ અને કોલ સેન્ટર (complaint monitoring control room and call center) ખાતે ઝડપથી ફરિયાદ નિરાકરણ થાય તે અર્થે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદારને લગતી ફરિયાદો અર્થે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૨૬૪૬ ચાલુ કરવામાં આવેલ છે. જેની જાહેર જનતાને નોંધ લેવા માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરી તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
