Gujarat

કઠલાલ સિનિયર સિટિઝન દ્વારા હરેશ્વર મહાદેવ ખાતે ધ્વજ વંદન સાથે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ સિનિયર સિટીઝન માં 300થી વધારે સભ્યો હોઈ ખેડા જિલ્લામાં પ્રથમ નંબરે કઠલાલ સીનીયર સીટીઝન ક્લબ આવે છે.આ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ સુથારના જણાવ્યાનુસાર આ ક્લબ દ્વારા 60 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિઓ માટે દર પંદર દિવસે રીફ્રેશમેન્ટ કોર્સ રાખવામાં આવે છે. આમ આજે 73મા પ્રજાસત્તાક દિને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી સાથે સાથે 60 વર્ષથી ઉપરના ભાઈઓ અને બહેનો માટે આર્યુવેદિક સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું કઠલાલ માં આવેલ ઓમ હેલ્થ કેર ના ડોક્ટર જીગ્નેશ મકવાણા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ હતું.આ સાથે નિર્માણ લાઇફ સાયન્સ કંપની ના એમડી ડોક્ટર પટેલ શિરીષભાઈ, કંપનીના માલિક પ્રજ્ઞેશભાઈ પટેલ તેમજ ઓર્ગેનાઇઝર સંકેતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ કેમ્પમાં પધારેલા ડોક્ટર દ્વારા આયુર્વેદિક પદ્ધતિ ની ઉડાન  પૂર્વક સમજ આપી એલોપેથી દવાઓથી થતા વિવિધ રોગો વિશે જાણકારી આપી તેમજ રસોડું એ જ ઔષધી આ બાબતે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું.આ કેમ્પનો લાભ દોઢસોથી વધુ વ્યક્તિઓ એ લીધો.આ પ્રસંગે પધારેલા ડોક્ટર જીગ્નેશભાઈ એ સિનિયર સિટીઝન માટે પોતાનાથી બનતી મદદ કરવા પણ જણાવ્યું.આજના યુગમાં લોકો એલોપથી દવાઓથી દૂર રહી આયુર્વેદિક તરફ આકર્ષાય છે ત્યારે ક્લબના સભ્યો પણ આયુર્વેદિક તરફ વળે અને તંદુરસ્ત જીવન જીવે તે માટે સુંદર પ્રવચન આપ્યું હતું.આ પ્રસંગે પધારેલ ડોક્ટર દ્વારા સ્થળ ઉપર નાડી પરીક્ષા કરી  દરેક વ્યક્તિઓને તપાસવામાં આવ્યા હતા તેમજ તેઓના ગર્ભિત રોગ વિશે પણ જાણકારી આપી હતી.આ પ્રસંગે ગામના અગ્રણી બીપીનભાઈ પટેલ,જગદીશ ભટ્ટ,અરવિંદભાઈ શર્મા,આર.જે પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220126-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *