રીપોર્ટર .મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
રામનવમી પ્રસંગની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક કરવામાં આવે છે.ત્યારે કઠલાલમાં પણ આ વર્ષે ધામધૂમ પૂર્વક રીતે રામનવમી ની ઉજવણી ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.કઠલાલમાં અને તાલુકામાં રામ ભક્તો દ્વારા અનેક જગ્યાઓએ ભગવા કલરની ધજાઓ લહેરાવી સમગ્ર પંથકને ભગવામય કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.કઠલાલમાં 10 એપ્રિલના રોજ સવારે 8 કલાકે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નિકળશે અને સમગ્ર પંથકમાં ફરશે.અને મોટી સંખ્યામાં રામ ભક્તો આ શોભાયાત્રામાં જોડાશે તેમજ શોભાયાત્રાને લઈ તારીખ 8 એપ્રિલ ના રોજ સાંજે આઠ કલાકે ભવ્ય ધર્મસભાનું આયોજન સરદારશ્રીના બાવલા ખાતે કરવામાં આવેલ છે.જેમાં મુખ્ય વક્તા તરીકે સાધ્વી સરસ્વતીજી ધર્મસભાને સંબોધશે. તેમજ રામ નવમીની તૈયારીઓને લઈને ધજા પૂજાની શરૂઆત પણ કરવામાં આવી છે.આ ધજા કઠલાલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચશે અને રામ ભક્તો ધજાની પૂજા કરશે તેમજ ધર્મ સભા અને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાશે.હાલ તો યુવકો દ્વારા સમગ્ર કાર્યક્રમોની પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


