ગિરગઢડા
ભરત ગંગદેવ
૨૮ તારીખ પ્રારંભ થનાર ધોરણ ૧૦ અને ૧૨ ના લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા માટે થનગની રહ્યા છે. દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી માટે આખરી ઓપ આપી દિધો છે. પરંતુ વિદ્યાર્થી તેમના વાલીઓ અને શિક્ષકોને મનમાં ક્યાંક ડર રહેતો જ હોય કેવી પરીક્ષા જશે. આવા માહોલ વચ્ચે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર છાત્રાલયના વિદ્યાર્થીઓએ તથા સંતોએ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજીની પ્રેરણાથી પોતાના અને ગુજરાત ભરના લાખો વિદ્યાર્થીઓ માટે શનિવારની સુંદર પ્રભાતે શ્રી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હનુમાન ચાલીસા પાઠ તથા આરતી કરી દરેકની પરીક્ષા સફળતા પુર્વક પાર પડે એવી પ્રાર્થના સાથે શુભકામનાઓ પાઠવી છે.


