Gujarat

કઠલાલ ઉમા ભવન ખાતે તાલુકા હેલ્થ મેળો યોજાયો

બે હજાર થી વધુ નાગરિકો એ કરાવી આરોગ્યની તપાસ
રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય મેળા યોજી નાગરિકો ના આરોગ્ય ની તપાસ કરી નિદાન કરવાની ઉત્તમ કામગીરી સમગ્ર ગુજરાત માં ચાલી રહી છે.ત્યારે કઠલાલ માં પણ તાલુકા હેલ્થ મેળા નું આયોજન કરાયું હતું.જેમાં ફિઝિશિયન, ગાયનેક, આંખોના,દાંત ના અને અન્ય નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નાગરિકોના આરોગ્ય ની તપાસ કરવામાં આવી  હતી કઠલાલ ખાતે યોજાયેલ હેલ્થ મેળા મા શહેર અને ગ્રામ્ય માંથી બે હજાર થી વધુ નાગરિકો એ આરોગ્ય ની તપાસ કરાવી હતી અને સારવાર મેળવતી તેમજ આવનાર સમય મા પણ આરોગ્ય મેળા યોજાતા રહેતો નાગરિકો ને આરોગ્ય લક્ષી વધુ સુવિધાઓ મળી રહે અને આરોગ્ય સારું રહે.સરકાર ની આ કામગીરી ના લાભાર્થીએ વખાણ કર્યા હતા.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,શહેર ભાજપ પ્રમુખ બિપિનભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ,મિતેષ ભાઈ શાહ,તથા જિલ્લા આરોગ્ય વિભાગ ના અજીતભાઈ ઠાકર તેમજ ટીએચઓ – સૌરભ શાહ તેમજ આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને મોટી સંખ્યામાં નાગરિકોએ આરોગ્ય મેળાનો લાભ લીધો હતો.

IMG-20220419-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *