Gujarat

કઠલાલ કલ્યાણી ઇન્ડસ્ટ્રીઝ ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઇ

રિપોર્ટર.મકસુદ કારીગર
કઠલાલ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકા ભાજપ કાઉન્સિલરો ની બેઠક યોજાઇ. કલ્યાણી ઇન્ડસ્ટ્રીઝ ખાતે સમગ્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.કઠલાલ નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટીના શાસનને એક વર્ષ પૂર્ણ થયેલ હોઈ સૌ પુષ્પા હાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ વિકાસના કામો વધુ કરવા બાબતે અને ગામને વધુ વિકસિત બનાવવા બાબતે ચર્ચા કરાઇ હતી.આ બેઠકમાં ભાજપ શહેર પ્રમુખ બિપીનભાઈ પટેલ તેમજ કઠલાલ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન,નગરપાલિકા ઉપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ તેમજ ભાજપના કાઉન્સિલરો અને ભારતીય જનતા પાર્ટી કઠલાલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Attachments area

IMG-20220303-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *