રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના ભાનેર ગામ થી આશરે છેલ્લા આઠ વર્ષથી રાજા રણછોડરાય ના ભક્તો ડાકોર પગપાળા સંઘ લઈને જાય છે.ત્યારે આ વર્ષે પણ ભાનેર થી ડાકોર જવા સંઘ પગપાળા રવાના થયો હતો.સમગ્ર ગામમા ધજા સાથે શોભાયાત્રા યોજવામાં આવી હતી અને ભજન-કિર્તન સાથે સંઘ ડાકોર જવા રવાના થયો હતો.શોભાયાત્રામાં ભાનેર ગામના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જય રણછોડ ના નાદ સાથે સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું. સૌ ભકતો ઉત્સાહપૂર્વક ડાકોર સંઘમાં પગપાળા રવાના થયા હતા


