મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના મુડેલ ના જીભાઈપુરા ગામમાં જીભાઈપુરા પ્રાથમિક શાળા ખાતે શાળાના સ્થાપના દિનની ઉજવણી ધામ પૂર્વક રીતે કરવામાં આવી હતી.આ પ્રસંગે કઠલાલ કપડવંજ ના કોંગ્રેસના ધારાસભ્ય કાળુસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.તેમજ અગ્રણી દીપકભાઈ ડાભી, સોહિલભાઈ મલેક,લાલાભાઇ તેમજ મહેશભાઈ અને ગામના નાગરિકો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ દરમિયાન જીભાઈપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિનની ઉજવણી કરી હતી.તેમજ આ શાળામાં અભ્યાસ કરનાર સૌ વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધે સારી કારકિર્દી બનાવે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.શાળા સ્થાપના દિન નિમિત્તે કેક કાપી સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી.

