Gujarat

કઠલાલ પોરડા ભાટેરા સ્વામિનારાયણ મંદિરનો ૨૭ મો પાટોત્સવ ઉજવાયો.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ માં આવેલ નર-નારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ  પોરડા ભાટેરા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ હનુમાનજી મંદિર માં ૨૭ મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો .ઠાકોરજી મહારાજની સવારે ૭ વાગ્યા થી ષોડશોપચાર વિધિ દ્વારા સેવા પૂજા કરવામાં આવી .બપોરે મહાઆરતી કરી અન્નકૂટ ધરાવવામાં આવ્યો.સદગુરૂ  ભંડારી પૂ.સ્વામી જાનકી વલ્લભદાસજી તથા સ્વામી ધર્મસ્વરૂપ દાસજી ના આશીર્વાદ થી તેમજ યજમાન બીપીનભાઈ પ્રભુભાઈ પટેલ અને હરિભક્તો દ્વારા પાટોત્સવ નું ભવ્ય આયોજન તેમજ ઉજવણી કરવામાં  આવી.
આ પ્રસંગે ખેડા જીલ્લો તેમજ કઠલાલ તાલુકા ના વિવિધ ગામો માંથી મોટી સંખ્યામાં હરિભક્તો એ ભાગ લીધો હતો અને પૂજા અર્ચના કરી પાટોત્સવની ઊજવણી કરી હતી.જ્યારે  સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રાજુભાઇ ઠક્કર તેમજ બીપીનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *