રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ-કપડવંજ મત વિસ્તારના ધારાસભ્ય કાળુસિંહ ડાભીના જન્મદિવસ નિમિત્તે સમસ્ત ક્ષત્રિય સમાજ, છીપડી દ્વારા શક્તિ ધામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫ જેટલા રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કાળુસિંહ ડાભી ઉપસ્થિત રહી સૌ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. અને માનવ જીવન બચાવવાના સેવા કાર્યની પ્રશંસા કરી સૌ યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું આયોજન છીપડીના યુવાન આગેવાન જ્મેન્દ્રસિંહ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. અને રેડક્રોસના ટેકનિકલ ઓફિસર રાહુલ પરમાર તથા તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.


