Gujarat

જેતપુરમાં આઇપીએલ-ક્રિકેટ પર રમાતો સટ્ટો પકડી પાડતી સિટી પોલીસ

હાલમાં રમાઇ રહેલ આઇપીએલ-2022 ક્રીકેટ મેચ પર ચાલતા ક્રીકેટ સટ્ટાની પ્રવૃતીઓ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી સુચના આપેલ હતી. જેતપુર સીટી પોલીસ સ્ટેશન ટીમ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.કોન્સ.ઘનશ્યામસિંહ જાડેજાને ખાનગી રાહે હકીકત મળેલ કે જેતપુર,ખોડપરા યસ પેલેસ દેવયાની એપાર્ટમેન્ટ પાસે એક ઈસમ રાહુલ ઉર્ફે લાલો મધુસુદનભાઇ ભીમજીયાણી , રહે . જેતપુર વાળો હાલમાં રમાઇ રહેલ IPL – ૨૦૨૨ ક્રીકેટ શ્રેણીના મુંબઇ ઇન્ડીયન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે ચાલી રહેલ ક્રીકેટ મેચ ઉપર મોબાઇલમાં લાઇવ સ્કોર જોઇ મેચમાં સેસનમાં રન ફેર ઉપર મોબાઇલ ફોનથી અન્ય વ્યક્તિ સાથે ઓન લાઇન શરતો લગાવી , પૈસાની હારજીત કરી ક્રીકેટ સટ્ટો રમતો વર્લી મટકાની વેબ સાઇડનો યુઝર પાસવર્ડ વડે અન્ય વ્યક્તિ પાસેથી મેળવી અન્ય વ્યક્તિ સાથે હારજીતના પૈસાની લેતી – દેતી કરી ઓન લાઇન વર્લી મટકાના હારજીતના સોદાઓ કરતો , મોબાઇલ નંગ -૧ કિ.રૂ .૨,૦૦૦ / – તથા રોકડા રૂપીયા ૪,૦૪૦ / – મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૬,૦૪૦ / – સાથે એક ઇસમને પકડી પાડયો હતો જ્યારે અન્ય આરોપી મદદગારી કરનાર  ઇકલાબ,કેતન ઉર્ફે કે. ડી મધુશુદન ભીમજીયાણી તેમજ કશ્યપ દિલીપભાઈ ભીમજીયાણી સામે  જુગારધારા મુજબનો ગુનો રજી .કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *