ગત વર્ષની જેમ આ વર્ષે પણ કલા મહાકુંભનુંજિલ્લા યુવા વિકાસ અધિકારી, છોટાઉદેપુર આયોજન કરવામાં આવ છે. જેમા કલા મહાકુંભના માધ્યમથી તાલુકા, જિલ્લા, રાજ્યકક્ષાના કલાકારોને પોતાની પ્રતિભા બતાવવાની તક પુરી પાડતો કલા મહાકુંભ-૨૦૨૨ ગુજરાત સરકારના રમત- ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, છોટાઉદેપુર જીલ્લા દ્વારા આયોજીત આ કલા મહાકુંભમાં વિવિધ વય જુથના કલાકારો ૩૭ જેટલી પોતાની કલાકૃતિઓને પ્રસ્તુત કરી શકશે. આ વર્ષે કલાકારો ઓફલાઇન રજિસ્ટ્રેશન કરી શકશે. ગત વર્ષની જેમ કલા મહાકુંભમાં વય જુથ ૬ થી ૧૪, ૧૫ થી ૨૦, ૨૧ થી ૫૯ અને ૬૦ વર્ષથી વધુ એમ ચાર કેટેગરી રાખવામાં આવી છે. ૬૦ વર્ષની વય જુથની સ્પર્ધા માત્ર રાજ્યકક્ષાની રહેશે. છોટાઉદેપુર જીલ્લા અને શહેરમા રહેતા કલાકારોનો ઉત્સાહ વધારવા કલા મહાકુંભનું આયોજન કરવામા આવેલ છે. ભાગ લેવા ઇચ્છુક કલાકારોએ ઓફલાઇન રજિસ્ટ્રેશન તારીખ૦૧/૮/૨૨ થી ૧૮/૮/૨૨ સુધીમાં કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરવા માટે જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી ,એફ-૫, જિલ્લા સેવા સદન ,છોટાઉદેપુર ખાતેથી ફોર્મ મેળવી તાલુકા કક્ષાના ફોર્મ તાલુકા કન્વીનર અને જિલ્લા કક્ષાના ફોર્મ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરીએ જમા કરાવવાના રહેશે. એમ જિલલા યુવા વિકાસ અધિકારીની યાદી દ્વારા જણાવાયુ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
