Gujarat

કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે જિલ્લા સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જામનગર જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે કલેકટર કચેરી સભાખંડ ખાતે અધિક જિલ્લા મેજિસ્ટ્રેસ્ટશ્રી બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમની કામગીરી સુચારુ રીતે પાર પાડી શકાય તે માટે કાઉન્સેલર તેમજ સોશિયલ વર્કરની નિમણુંક કરવામાં આવી છે. શાળાના પરિસરના ૧૦૦ મીટરના વિસ્તાર સુધીમાં તમાકુ, સિગારેટ, બીડી, ઇલેક્ટ્રિક સિગારેટ તેમજ આવી કોઈપણ નશાકારક વસ્તુઓનું વેચાણ કરતી વસ્તુઓની દુકાનો ખોલવા પર પ્રતિબંધ છે. જાહેર સ્થળે આવી કોઈપણ પ્રકારની વસ્તુઓનું સેવન કરવા બદલ રૂ.૨૦૦ સુધીનો દંડ થઇ શકે છે. શાળાઓ, પોલીસ અને વાહન વ્યવહાર વિભાગ- આ ત્રણેય વિભાગો સાથે મળીને તમાકુ વિરુદ્ધ જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા છે- આવી તમામ બાબતો પર બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ઉપસ્થિત વિવિધ વિભાગના સદસ્યશ્રીઓને માસિક કામગીરી પર ખાસ ધ્યાન આપવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા.

બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા સેલ્સ ટેક્સ ઓફિસરશ્રી, જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ ઓફિસરશ્રી તેમજ અન્ય વિભાગના કર્મચારીશ્રીઓ અને વિવિધ એન.જી.ઓ.ના કાર્યકર્તાઓ સહિત સંકલન સમિતિના અન્ય સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *