છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા ના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો જેમાં કવાંટ તાલુકાના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી. જિલ્લા પોલીસ વડા દ્વારા કવાંટ તાલુકામાં દારૂના વ્યસનથી લોકો દૂર રહે અને પાન પડીકી ના વ્યસનોથી પણ દૂર રહે તેમ જણાવેલ હતું કવાંટ ડેપ્યુટી સરપંચ સંદીપ પંચાલે જણાવેલ કે કવાંટના યુવાનો ગાંજા ની લત માં વધુ પડતા ટેવાયેલા છે તો પોલીસ ખાતા દ્વારા તેઓ માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેમજ કવાંટ નગરમાં ટ્રાફીકની સમસ્યા છે તો કવાંટ નગરમાં નસવાડી ચાર રસ્તા ચાર સૈડીવાસણ રસ્તા બજાર ચાર રસ્તા તેમજ બજારમાં પોલીસ પોઈન્ટ મુકવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે નહીં તે માટે રજૂઆત કરી હતી. આજરોજ લોકદરબારમાં કવાટ સરપંચ શીલાબેન મહેશભાઈ રાઠવા, કવાંટ પંચાયતના સભ્યો કવાંટ વેપારી મહાજન મંડળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એવી કાટકડ કવાટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી એમ ગામીત પણ ઉપસ્થિત રહ્યાં હતાં,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

