Gujarat

કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી નરેશ પટેલની અધ્યક્ષતામાં પદયાત્રા યોજાશે

આગામી સોમવારે પ્રથમ નોરતે સવારે 7 કલાકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનો પ્રારંભ થશે. માઁ ખોડલના રથની સાથે ગરબે રમતાં રમતાં શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાઈને ખોડલધામ મંદિરે પહોંચશે. પદયાત્રાનું સમાપન શ્રી ખોડલધામ મંદિરે થશે, મંદિરે પહોંચીને માઁ ખોડલની મહાઆરતી કરી મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે.
હિંદુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ નવરાત્રિના પ્રથમ દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ – કાગવડ દ્વારા શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરાયું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ પદયાત્રામાં દર વર્ષની જેમ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને ખોડલધામ પહોંચી માઁ ખોડલના દર્શન કરી આશીર્વાદ લેશે.
કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિરે પદયાત્રા પહોંચ્યા બાદ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે. નવરાત્રિના નવે-નવ દિવસ માતાજીને અવનવા શણગાર, હવન અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ આરાધના કરશે. નવરાત્રિ દરમિયાન શ્રી ખોડલધામ મંદિર પરિસર લાઇટિંગથી ઝગમગી ઉઠશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 12મા વર્ષે પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વર્ષ 2011થી આસો મહિનાની નવરાત્રિના પ્રથમ નોરતે શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ વર્ષે પણ તેને ચાલુ રાખી પ્રથમ નોરતે 26 સપ્ટેમ્બરના રોજ સવારે 7 કલાકે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની યોજાનારી પદયાત્રામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને માઁ ખોડલના જય જયકાર સાથે ખોડલધામ મંદિર પહોંચશે અને માઁ ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી ધ્વજારોહણ કરવામાં આવશે.
પ્રથમ નોરતે ખોડલધામ પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરવામાં આવશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની આગેવાનીમાં યોજાનારી આ પદયાત્રામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ – કાગવડના ટ્રસ્ટીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન – રાજકોટના ટ્રસ્ટીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ – સોમનાથના ટ્રસ્ટીઓ, શ્રી ખોડલધામના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કન્વીનરો, શ્રી ખોડલધામ મહિલા સમિતિ, શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, અન્ય સમિતિઓ અને તમામ સમાજના ભાઈઓ-બહેનો જોડાશે પદયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. પદયાત્રાના રૂટ પર સ્વયંસેવકો વ્યવસ્થા જાળવવા ખડેપગે રહેશે
Attachments area

IMG-20220924-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *