Gujarat

કાયમી જાળવવાના થતાં રેકડો પલળી ગયા…

વંથલી તાલુકા પંચાયત નું જર્જરિત મકાન ગમે ત્યારે થઇ શકે છે ધરાશાઈ…
બાંધકામ શાખામાં વરસાદી પાણીનો પડે છે ધોધ…
ભારત માં ગુજરાત ને વિકાસ નું રોલ મોડેલ સાબિત કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર અઢળક પૈસા જાહેરાત પાછળ ખર્ચે છે. કરોડો રૂપિયા નાં ખર્ચે તાયફાઓ થઇ રહ્યા છે. દેશ અને દુનિયા ની નજર માં ગુજરાત ને વિકાસ નું એપી સેન્ટર માનવામાં આવી રહ્યું છે ત્યારે વાસ્તવિકતા કઈક અલગ જ દેખાઈ રહી છે.વાત છે જુનાગઢ જીલ્લા નાં વંથલી તાલુકા પંચાયત કચેરી ની રાજાશાહી બાંધકામ વાળા મકાન માં વંથલી તાલુકા પંચાયતની કચેરી કાર્યરત છે. ત્યારે હાલ આ કચેરીનું મકાન ધરાશાઈ થવાની કગાર પર છે. કચેરી માં કર્મચારીઓ પોતાના જીવ નાં જોખમે કામ કરી રહ્યા છે. સમગ્ર તાલુકા માં બાંધકામ બાબતે નિયંત્રણ કરતી બાંધકામ શાખા માં જ વરસાદી પાણીના ધોધ વહી રહ્યા છે. કાયમી સાચવવાના થતા રેકર્ડ પણ સીઝન ના પહેલા વરસાદ માં પલળી ગયા છે. અને અમુક રેકર્ડ માં તો ઉધી જોવા મળી રહી છે. આ તમામ રેકર્ડ ને કર્મચારીઓએ કચેરી માં જ સુકાવા મુક્યા છે.તાલુકા વિકાસ અધિકારી ની ચેમ્બર માં પણ મસમોટા ગાબડા પડી ગયા છે. અને તાલુકા વિકાસ અધિકારીને તેની ચેમ્બર છોડી બીજા કર્મચારી નાં ટેબલે બેસી કામ કરવું પડી રહ્યું છે. આ બાબતે મીડિયા એ તાલુકા વિકાસ અધિકારી વાઘાણી ને પુછતા તેને મીડિયા સમક્ષ કાઈ પણ કહેવા ઇનકાર કર્યો હતો.
          અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર માં ભાજપ સરકાર અને રાજ્ય માં પણ ભાજપ સરકાર સત્તા પર છે. જુનાગઢ જીલ્લા પંચાયત અને વંથલી તાલુકા પંચાયત માં ભાજપ જ સત્તા પર છે. ગુજરાત નાં પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય જવાહર ચાવડા પણ ભાજપ નાં હોય… ખાટલે મોટી ખોટ તો એ છે કે ડબલ એન્જીન ની સરકાર ની વાહવાહી કરવામાં પોતાનો વિસ્તાર પછાત રહી જવા પામ્યો છે.
અહેવાલ :હાર્દિક વાણીયા વંથલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *