કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે હલીમાબેન હોસ્પિટલની મુલાકાત લઈ બ્લડ ડોનેટ માટે આવેલા ભાઈઓ બહેનોએ ભેટ આપી.
રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ખેડા શહેરના સામાજિક આગેવાન અને સમાજસેવી ખમીશાભાઈ સંધી દ્વારા તેમની માતાની યાદમાં હલીમાબેન હોસ્પિટલનું નિર્માણ ૧ વર્ષ પહેલાં કર્યું હતું.આજે હોસ્પિટલ એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગળપ્રવેશ નિમિતે ખમીશાભાઈએ રેડક્રોસ બ્લડના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પમાં દરેક ધર્મ અને સમાજના વ્યક્તિઓએ સાથે મળી ૨૦૭ જેટલા યુનિટનું દાન કર્યુ હતું.આ કેમ્પમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેઓએ હલીમાં હોસ્પિટલની મુલાકાત લઈને બીજા વર્ષના મંગળપ્રવેશ નિમિતે શુભેચ્છાઓ પાઠવી હતી.ત્યારબાદ તેમને ત્યાં ચાલી રહેલા બ્લડકેમ્પની મુલાકાત લીધી હતી.તેમના હસ્તે બ્લડ ડોનેટ કરવા આવેલા તમામને ભેટ આપવામાં આવી હતી.આ પ્રસંગે ખેડાના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.આજરોજ હલીમાબેન હોસ્પિટલને ૧૩ માસ પૂર્ણ થતા અનેક પ્રકારની ૩૮૮ નાની મોટી સફળ સર્જરી કરવામાં આવી હતી જેમાં દરેક ધર્મ અને સમાજના દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો.ખમીશાભાઈ સંધી તેઓ નિસ્વાર્થ ભાવે નજીવા દરથી સેવા કરી રહ્યા છે.હોસ્પિટલના નિર્માણ પાછળનો મુખ્ય હેતુ ખેડા શહેર અને તાલુકાના આજુબાજુના ગરીબ અને મધ્યમવર્ગના જરૂરિયાત મંદ વ્યક્તિઓ નજીવા ખર્ચે યોગ્ય સારવાર મેળવી શકે.અને આગામી સમયમાં ઓર્થોપેડિક અને સર્જીકલ વિભાગ પણ શરૂ કરવા જઈ રહ્યા છે.અને આગામી ટુંક સમયમાં હલીમા હોસ્પિટલના કેમ્પસમાં એક મલ્ટી સ્પેશ્યલીસ્ટ હોસ્પીટલનું નિર્માણ કરવામાં આવનાર છે.


