Gujarat

કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા સર્કિટ હાઉસ ખાતે

લોકસંપર્કનું આયોજન કરાયું

 

નાગરિકોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો પરત્વે જરૂરી કાર્યવાહી હાથ ધરતા મંત્રીશ્રી

 

જામનગર તા.૦૮ એપ્રિલ, કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કૃષિ મંત્રીશ્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું આયોજન કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી મંત્રીશ્રી સાથે પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળે છે તેમજ આ પ્રશ્નોના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખીત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બને છે.

 

વિરેન્દ્રસિંહ પરમાર

raghvajibhai-patel-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *