કોડીનાર_તાલુકા ના જંત્રાખડી ગામે હૈયું હચમચાવી ડે તેવી ક્રૂર ઘટના ઘટી હતી જેમાં ગોસ્વામી સાધુ સમાજ ની આઠ વર્ષ ની બાળકી ઉપર બળાત્કાર કર્યા બાદ નિર્મમ હત્યા કરી હતી તે બાબતે સમસ્ત સાધુ સમાજ માં ભારે રોષ ની લાગણી વ્યાપી હતી. આ અપરાધ ક્ષમા ને યોગ્ય ના હોય આરોપી પર ફાસ્ટ ટ્રેક કોટઁમા કેસ ચલાવીને તાત્કાલિક ફાંસી નો ચુકાદો આપવા માટે શ્રી રામાનંદી નવનિર્માણ સેના-ગુજરાત દ્વારા આજ રોજ રાજકોટ કલેક્ટર સાહેબ શ્રી ને આવેદન પાઠવવામાં આવ્યુ હતુ. અને સાથે ગુજરાત સરકાર મુખ્યમંત્રી સાહેબ, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ, ગુજરાત રાજય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ને પણ આ બનાવ ને ગંભીરતાથી ના લઇ અને સાધુ સમાજ નો અનાદર કરી અને ભોગ બનનાર દિકરી ના પરીવાર ને સહાય જાહેર કરેલ નથી તે બાબતે પણ રજુઆતો કરેલ હતી.
છેલ્લા ધણા વર્ષો થી રામાનંદી સાધુ સમાજ માં ધણા આકસ્મિક બનાવો-ઘટનાઓ- પુરા પરીવાર ના સભ્યો માર્ગ માં મૃત્યુ પામ્યા હોય તેવા બનાવો માં રાજય સરકાર તરફથી કોઇપણ જાતની સહાય તો દુર પરંતુ સંવેદના પણ જતાવવામાં નથી આવતી..
શા માટે આપ રાજય સરકાર શ્રી દ્વારા આવા ભેદભાવ-અન્યાય શા માટે?
અમારા સમાજનો ફક્ત વોટ બેંક માટે જ ઉપયોગ કરવામાં આવે છે.
ગુજરાત રાજ્ય સરકાર આ બાબતે સાધુ સમાજ ને ન્યાય આપે તેવી શ્રી રામાનંદી નવનિર્માણ સેના ગુજરાત દ્વારા ધારદાર અપીલ કરવામાં આવી હતી.
શ્રી રામાનંદી નવનિર્માણ સેના ના રાજકોટ શહેર પ્રમુખ આશિષભાઇ પુર્ણવૈરાગી, મહાસચિવ રવિભાઇ નિમાવત, મહામંત્રી કાનો કુબાવત, મંત્રી શ્રી રુપેશભાઇ નિમાવત, કેતન લશ્કરી, દિપકભાઇ કુબાવત, પરેશભાઇ અગ્રાવત, કિશનભાઇ અગ્રાવત, હાર્દિકભાઇ દાણીધારીયા, કપીલભાઇ, જયદિપભાઇ નિમ્બાર્ક, કૌશિકભાઇ દેવમુરારી તથા નિખીલભાઇ નિમાવત તેમજ
પ્રમુખ શ્રી
આશિષભાઇ પુર્ણવૈરાગી
સહીત ના મોટી સંખ્યા માં ઉપસ્થિત રહીને આવેદનપત્ર પાઠવેલ હતું.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


