અમદાવાદ
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ગઈકાલે ૨૪ કલાકમાં શહેરમાં નવા ૨૨૮૧ અને જિલ્લામાં ૩૦ મળીને અમદાવાદમાં કુલ ૨૩૧૧ કેસ નોંધાયા હતા. જેની સામે ૫૮૪ જેટલા દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે શહેર કે જિલ્લામાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નહોતું. ૨૩૪ દિવસ પછી ૨૩૦૦થી વધુ કેસ નોંધાયા હતા. આ પહેલા ૧૭ મેએ ૨૩૭૭ કેસ એક જ દિવસમાં નોંધાયા હતા.આ સેવા કોરોના પોઝીટીવ આવેલ અને હોમ આઇસોલેશનમાં રહેલ દર્દીઓ માટે છે. જે આજથી જ કાર્યરત થશે અને તે ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે. આથી જરૂર જણાયે અમદાવાદ શહેરના નાગરિકો કે જેઓ કોરોના પોઝીટીવ છે અને તબીબી સલાહ- માર્ગદર્શનની જરૂરિયાત છે તેઓ આ હેલ્પલાઇન પર ફોન કરી ડોક્ટરનું ટેલી કન્સલટેશન મેળવી શકશે.હાલમાં અમદાવાદ શહેરમાં કોરોના મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે. આ રોગથી સંક્રમિત થયેલા અને હળવા લક્ષણો ધરાવતાં મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આવા દર્દીઓની, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત “સંજીવની કોરોના ઘર સેવા” ટીમ સમયાંતરે મુલાકાત લઈ તેઓની તબિયતનું ચેકીંગ કરે છે, જરૂરી વાઇટલ ચકાસે છે અને જરૂરિયાત મુજબ દવાઓ પૂરી પાડવામાં આવે છે અને જરૂર જણાય તો દર્દીને હોસ્પિટલમાં દાખલ થવા બાબતે સલાહ પણ આપવામાં આવે છે. આમ છતાં જાે કોઇ દર્દીને તબીબી સેવાના માર્ગદર્શન બાબતે જરૂરિયાત ઉભી થાય તો તે માટે આજ રોજ આરોગ્યમંત્રી તથા પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી મીટીંગમાં તેઓની સૂચના અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “સંજીવની ટેલી મેડીસીન” સેવા શરૂ કરવામાં આવેલી છે. જેનો ટેલીફોન નંબર ૧૪૪૯૯ છે. જેના ઉપર સંપર્ક કરવાથી જે તે દર્દીને કોરોનની સારવાર બાબતે હેલ્પ સેન્ટરમાં કાર્યરત ડોકટરોની ટીમ દ્વારા જરૂરી પૂછપરછ કરી વિગતો મેળવવામાં આવશે અને તબીબી સલાહ અને માર્ગદર્શન ટેલીફોન પર આપવામાં આવશે.
