વલસાડ
વલસાડ જિલ્લામાં છેલ્લા ૨ દિવસથી કોરોના સેન્ચ્યુરી મારી રહ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ ગઈકાલે શુક્રવારે અટક પારડી ગામના સભ્ય સુનિલ પટેલના જન્મ દિવસ નિમિત્તે બિલ્ડર બિપિન પટેલની સાઈડ ઉપર જૂજવા ગામે ડ્ઢત્ન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સુનિલ પટેલના મિત્રો અને સમર્થકો બર્થડે પાર્ટીમાં જાેડાયા હતા. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે આવી પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને આવી બર્થડે પાર્ટી ઉપર રોક લગાવવામાં આવે તે જરૂરી છે. વલસાડ અટક-પારડીના બિન હરીફ ચૂંટાયેલા સભ્ય સુનિલ પટેલના જન્મ દિવસની ઉજવણીમાં બિલ્ડર બિપિન પટેલની જૂજવા ગામ ખાતેની કન્સ્ટ્રક્શન સાઈટ પર ડ્ઢત્નના તાલે લગભગ ૧૦૦થી વધુ લોકો માસ્ક વગર ઉમટી પડ્યા હતા. જ્યાં એક તરફ સરકારે રાજ્યમાં વધી રહેલા કોરોના કેસોને જાેતા તમામ સરકારી કાર્યક્રમો સ્થગિત કરી દીધા છે. ત્યાં આવા કપરા સમયે બર્થડે પાર્ટીમાં જમાવડાની પરમિશન કોને આપી એ સવાલો ઉભા થયા છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે, જે ભારે ચર્ચા જગાડી રહ્યો છે. વલસાડ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને જિલ્લામાં લોકટોળુ એકત્રિત ન કરવા લોકોને અપીલ કરાઈ છે. તેમ છતા લોકો કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમ દોડતી થઈ હતી.વલસાડ તાલુકામાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાને રાખી તમામ ઉજવણીઓ બંધ કરવામાં આવી હતી. ત્યારે જૂજવા ગામની કન્સ્ટ્રક્શન સાઈટ પર ડ્ઢત્નના તાલે બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જાેવા મળ્યા હતા.


