Gujarat

કોરોનામાં અનાથ થયેલા રાજકોટના ૫૪ બાળકોને સહાય ચૂકવાઈ

રાજકોટ
જે કોઈને પ્રોફેશનલ કોર્સ માટે, હાયર એજ્યુકેશન માટે લોન જાેઈએ તો તેમને પણ પીએમ કેર્સ તેમાં મદદરૂપ થશે. રોજબરોજની બીજી જરૂરિયાતો માટે અન્ય યોજનાઓના માધ્યમથી તેમના માટે મહિને ૪૦૦૦ રૂપિયાની વ્યવસ્થા કરાઈ છે. આવા બાળકો જ્યારે શાળાનો અભ્યાસ પૂરો કરશે તો તેમના આગળના ભવિષ્યના સપના માટે પણ પૈસાની જરૂર પડશે. આ માટે ૧૮-૨૩ વર્ષના યુવાઓને દર મહિને સ્ટાઈપેન્ડ મળશે. જ્યારે તેઓ ૨૩ વર્ષના થશે ત્યારે ૧૦ લાખ રૂપિયા એક સાથે મળશે. કોઈ બીમારી આવશે તો તેની સારવાર માટે પણ પૈસા જાેઈએ. તેમના પરિવારજનોએ તે માટે પરેશાન થવાની જરૂર નથી. તેમને આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. તેમાં ૫ લાખ સુધીની સારવાર ફ્રીમાં કરાવી શકાશે. ૫૪ બાળકોને પ્રધાનમંત્રીની સહી વાળો સ્નેહપત્ર પણ આપવામાં આવ્યા છે. પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ અંતર્ગત કોરોનામાં માતા-પિતા ગુમાવેલ તમામ અનાથ બાળકોને સહાય કરે છે. જેમાં દર મહિને તેમને રૂ.૪ હજારની સહાય કરવામાં આવે છે, આ સાથે બાળકોને આયુષ્માન ભારત યોજના અંતર્ગત ૫ લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઇન્શ્યોરન્સ પણ મળે છે. આ સ્કીમનો હેતુ બાળકોને ભોજન અને ઘર આપીને તેમની દેખરેખ અને સુરક્ષા કરવાનો છે. આવા બાળકોને શિક્ષણ અને સ્કોલરશિપ દ્વારા સશક્ત બનાવવાની સાથે સાથે ૨૩ વર્ષની ઉંમરમાં ૧૦ લાખની નાણાકિય સહાય આપીને તેમને આર્ત્મનિભર બનાવવાનું છે. આ સ્કીમ હેલ્થ ઈન્સ્યોરન્સ દ્વારા બાળકોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવા માટે પણ છે. તે અંતર્ગત ૫ લાખનો હેલ્થ ઈન્સ્યોરન્સ પણ મળશે. પીએમ મોદીએ કોરોના મહામારી દરમિયાન અનાથ થયેલા બાળકોને પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજન અંતર્ગત વર્ચ્યુઅલી સ્કોલરશિપ ટ્રાન્સફર કરી હતી. જેને અનુસંધાને રાજકોટમાં કલેકટર કચેરી ખાતે ૫૪ બાળકોને સહાય ચુકવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *