વડોદરા
આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પણ ઉત્તરપ્રદેશની જેમ મહિલાઓને ટિકિટ આપવા માટે વિચારણા ચાલી રહી છે. ગુજરાતની પ્રજા ભાજપના શાસનથી ત્રાહિમામ પોકારી ગઇ છે. બે રોજગારીએ માઝા મૂકી દીધી છે. જેથી, કોંગ્રેસ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ૧૨૫ સીટો લાવશે. કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર પણ કરી શકે અને ના પણ કરી શકે. આ અંગેનો ર્નિણય હાઈકમાન્ડ લેશે. કોગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ ચાલી જ રહી છે. ચૂંટણી ગમે ત્યારે આવે કોગ્રેસ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કોરોનાના અંગે જણાવ્યું કે, કોરોનાની ત્રીજી લહેર પણ ખતરનાક છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન લોકોની હાલત ખરાબ થઇ ગઇ છે. લોકોના રોજગાર ધંધા છીનવાઇ ગયા છે, ત્યારે કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને રૂપિયા ૪ લાખ વળતર આપવા કોંગ્રેસની માંગ છે. સરકાર વળતર આપી કોઇ ઉપકાર કરતી નથી. તેમ સર્વોચ્ચ અદાલતે પણ જણાવ્યું છે, ત્યારે સરકારે કોરોનાની વર્તમાન સ્થિતીને ધ્યાનમાં લઈને લોકોની શક્ય તેટલી મદદ કરે તેવી કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવે છે.આગામી ગુજરાત શવિધાનસભાની ચૂંટણી માટે કોગ્રેસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસ ૧૨૫ બેઠકો લાવશે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, જે પરિવારે કોરોનામાં સ્વજન ગુમાવ્યા છે. તેમના પરિવારમાંથી ટિકિટ આપવામા આવશે. તેઓને ટિકિટ આપવાનો મુખ્ય આશય આ લોકો પોતે પોતાના અધિકાર માટે ચૂંટણીમાં લડશે.


