Gujarat

કોસ્ટગાર્ડની શીપ વડે પુરુષોત્તમ રૂપાલા પોરબંદરની મુલાકાતે પહોચ્યા

પોરબંદર
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રારંભ કરાયેલી આ યાત્રા દેશના કુલ ૮૦૦૦ કીમી જેટલા લાંબા સમુદ્ર કિનારા ઉપર ફરશે. આ સાગર પરિક્રમા યાત્રાનો મૂળ હેતુ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા માછીમાર સમુદાયના આર્થિક અને સામાજિક વિકાસ માટે શરૂ કરાયેલ કલ્યાણકારી યોજનાઓની જાણકારી માછીમાર સમુદાય સુધી પહોંચાડવાનો છે.કેન્દ્રીય મત્સ્ય, પશુ પાલન અને ડેરી વિભાગના મંત્રી પુરુષોતમ રૂપાલા પોરબંદરની મુલાકાતે છે. સાગર પરિક્રમા અંતર્ગત કેન્દ્રીય મંત્રી પોરબંદરમાં અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. ઓખાથી કોસ્ટગાર્ડની શીપ વડે રૂપાલા પોરબંદર પહોંચ્યા હતા. જ્યાં ઢોલ-નગારા, શરણાઇ, ડ્રોનીયર અને હેલીકોપ્ટર દ્વારા મંત્રીનુ અનોખું સ્વાગત કરાયું હતું. ગઇકાલે માંડવીમાં ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માના જન્મ સ્થળથી પુરુષોતમ રૂપાલાએ સાગર પરિક્રમાની યાત્રાની શરૂઆત કરી હતી. જ્યાંથી રૂપાલા ઓખાથી કોસ્ટગાર્ડની શીપ વડે પોરબંદર પહોંચ્યા હતા. જ્યાં ૨૫ જેટલી માછીમારી બોટો સાથે મધ દરિયામાં સ્વાગત કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *