Gujarat

નવસારીની ખાટકીવાડ મસ્જિદમાં ઉર્સની ઉજવણીમાં એકતાનું પર્વ બન્યું

નવસારી
નવસારી શહેરમાં ટાટા હાઈસ્કૂલ નજીક આવેલ ખાટકીવાડ મસ્જિદમાં સૈયદ અમીરૂદ્દીન બાબાસાહેબની દરગાહમા ઉર્સ મનાવવામાં આવ્યો હતો. દર વર્ષે મુસ્લિમોનાં રજ્જબ મહિનામાં ખાનકા એ અહેલે સુન્નત બરોડા દ્વારા સૈયદ અમીરૂદ્દીન બાબા સાહેબનું ઉર્સ મુબારકની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. ૩જીને ખાનકા એ એહલે સુન્નત બરોડાનાં સરકાર મોઈનુદ્દીન બાબાની અધ્યક્ષતામાં જુલૂસ કાઢવામાં આવ્યું હતું. નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોથી નીકળેલા જુલૂસમાં નવસારી શહેરના તમામ ધર્મ અને સમાજનાં લોકો જાેડાયા હતા. પરંપરાગત રીતે દરગાહનું સંદલ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રિના સમયે રાતેબનું જલાલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. નવસારી શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે દબદબાભેર ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવી તે બદલ ખાનકા એ એહલે સુન્નત બરોડા દ્વારા નવસારી જિલ્લા પોલીસ તેમજ વહીવટી તંત્રનો સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. નવસારીના ખાટકીવાડ ખાતે આવેલ મસ્જીદમાં નવસારી અને વડોદરાના મુસ્લીમ ટ્રસ્ટ વચ્ચે દરગાહ પાસે દાદરનો વિવાદ ઘણાં સમયથી ચાલતો આવ્યો હતો. જેને પગલે નવસારી વહીવટીતંત્રએ છ માસ પહેલાં એકાએક મસ્જીદને તાળુ મારી કબજાે લઇ લીધો હતો. ત્યારબાદ મુસ્લીમ અગ્રણી આસીફ બરોડાવાલા અને અન્ય મુસ્લીમ આગેવાનોએ નવસારી અને વડોદરાના આગેવાનો સમજાવટ કરી સરકારમાં ર્નિણય આપતાં આ મસ્જીદને ખોલવામાં આવી હતી. નવસારી અને બરોડા દરગાહના સંચાલકોમાં ૬ માસ પહેલા વિવાદ થયો હતો. જેમાં ૧ માસ મસ્જીદ બંધ રહીં હતી પણ મુસ્લિમ અગ્રણીઓ વચ્ચે પડતા મસ્જીદ ખોલવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *