ખંભાત
આણંદ પીપલ્સ મેડિકલ સોસાયટી પીએમ પટેલ કોલેજ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ આયોજિત શતાબ્દી વંદના અને ત્રિવેણી સંગમ વાર્ષિક ઉત્સવમાં ખંભાતના પ્રખ્યાત વકીલ અને હાલ આણંદ જિલ્લા પોલીસ વિભાગમાં કાયદા અધિકારી તરીકે ફરજ બજાવતા રણજીતસિંહ ભગવાનસિંહ સિંધા દ્વારા એલએલએમમાં એન્વાયરમેન્ટના વિષયોમાં સમગ્ર યુનિવર્સિટી ખાતે પ્રથમ નંબરે આવતા તેઓનું ગોલ્ડ મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. વાર્ષિક ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે આણંદના સાંસદ મિતેશ પટેલ , ભાજપ પ્રમુખ વિપુલ પટેલ અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણસિંહ સિંધા સહિત મહેમાનોએ હાજરી આપી ટોપર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપ્યા હતા. મહત્વનું છે કે ખંભાતનાં વકિલ રણજીતસિંહ સિંધાએ વકીલાત કરી જીપીએસસીની તૈયારીઓ આરંભી હતી. જે બાદ તેઓ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં કાયદા અધિકારી તરીકે નિમણૂક પામ્યા હતા. ત્યારબાદ ચાલુ નોકરી દરમિયાન સરકારી વકીલની પરિક્ષા આપી હતી. તેમાં પણ તેઓ ઉત્તરણીય થયા હતા જે બાદ વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ તેઓએ કાયદા અધિકારીની ફરજ બજાવી હતી. જે બાદ તાજેતરમાં પોલીસ વિભાગમાં કાયદા અધિકારીની પરીક્ષા આપી હતી અને તેમાં તેવો પાસ થતા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાયદા અધિકારી તરીકે તેઓની નિમણૂંક થઈ હતી. જેઓએ નોકરીની સાથે સાથે અભ્યાસમાં ધ્યાન આપી આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. જેમાં એલએલબી પછી એન્વાયરમેન્ટ વિષયમાં એલ.એલ.એમ જાેઈન્ટ કર્યું હતું. જેમાં પરીક્ષા બાદ તેઓ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવતા અને ગોલ્ડ મેડલ મેળવતા સમાજના આગેવાનો બુદ્ધિજીવીઓ તેમજ મિત્રો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.


