નડિયાદ
ખેડા તાલુકાના રસીકપુરાની ૨૭ વર્ષિય પરિણીતાના લગ્ન વર્ષ ૨૦૧૭માં થયા હતા. લગ્ન બાદ રસીકપુરા સાસરીમાં આવેલ પરિણીતાને તેણીના સાસરીયાના લોકોએ થોડો સમય સારી રીતે રાખી હતી. સારા દિવસો રહેતા તેણીએ એક પુત્રને જન્મ આપ્યો હતો, જે હાલમાં આશરે સાડા ત્રણ વર્ષનો છે. સાસરીમાં રહેતી પરિણીતાને તેણીની સાસુ સાથે કપડા ધોવા બાબતે સામાન્ય તકરાર થઇ હતી. જે બાબતે બન્ને વચ્ચે મનદુઃખ થયા હતા. આ તકરાર ક્યારેક મોટુ સ્વરૂપ લે ત્યારે તેના સાસુ અપશબ્દો બોલતા અને સસરા માર મારવા સામા થઈ જતાં તેમ છતાં તે તમામ ત્રાસ સહન કરી સાસરીમાં રહેતી હતી. આમ છતાં પણ કપડા ધોવા અને ઘર કામ બાબતે માથાકૂટ થતી હતી. આથી પરિણીતાના સાસુએ અલગ રહેવા જણાવ્યું હતું. જેના કારણે પુત્ર અને પુત્રવધુ તથા તેમના સાડા ત્રણ વર્ષના દિકરા સાથે અલગ બાવળા મૂકામે રહેવા જતાં રહ્યા હતા. ઉત્તરાયણ પર્વનો રોજ એ ત્રણેય લોકો પોતાના ઘરે રસીકપુરા આવ્યા હતા અને પાછળ પરિણીતાના નણંદના લગ્ન હોવાથી તેઓ અહીંયા રોકાઈ ગયા હતા. દરમિયાન ગત ૨૩મી જાન્યુઆરીના રોજ શનિવારની રાત્રે જમી પરવારી પરિણીતા પોતાના નવા ઘરે સૂઈ ગઈ હતી. મધરાતે વોશરૂમ જવા ઉઠેલી પરિણીતાને વોશરૂમ જઈ ઘર તરફ આવતી હતી. ત્યારે તેના પતિએ તેની સાથે અન્ય કોઈ વ્યક્તિને જાેયો હોવાનો ખોટો વહેમ રાખ્યો હતો. આ બાબતે ખોટી શંકા રાખી પતિએ ચુલામાંથી લાકડાનો દંડો લઈ પરિણીતાને માર માર્યો હતો, ઉપરાંત ગળુ પણ દબાવી દીધું હતું. તેમજ પીડીતાના સાસુ અને સસરાએ આવીને સવારે છુટાછેડા આપી દઈશું તેવી ધમકીઓ આપતાં પરિણીતા બેબાકળી બની ગઈ હતી. દરમ્યાન બીજા દિવસે પીડીતાને ચિંતા સતાવતી હતી કે છુટાછેડા આપી દેશે તો મારા દીકરાનું અને મારા માતા પિતાનું શું થશે. આથી ટોયલેટમાં પડેલા હાર્પીકના બે ત્રણ ઘૂંટા ગટગટાવી જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તુરંત સારવાર મળી જતાં તેણીનો જીવ બચી ગયો હતો. પીડીતા હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે અને તેણી સંપૂર્ણ ભાનમાં આવતાં પોલીસે તેના નિવેદનો લીધા હતા. આ બનાવ સંદર્ભે પીડીતાએ પોતાના પતિ, સાસુ-સસરા સામે ત્રાસ આપ્યાની ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આઈપીસી ૪૯૮છ, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેડાના રસીકપુરાની પરિણીતાએ પોતાના પતિ, સાસુ-સસરાના ત્રાસથી કંટાળીને હાર્પીક પીને આપઘાત કરવાની કોશીષ કરી હતી. જેથી ભાનમાં આવ્યા બાદ પરિણીતાએ ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં પરિણીતાઓ પર અત્યાચારનો બનાવો વધી રહ્યા છે. વળી અમૂક કિસ્સામાં આ ત્રાસ સહન ન થતાં પરિણીતા ન છુટકે આપઘાતનો રસ્તો અપનાવે છે. ખેડાના રસીકપુરાની પરિણીતાએ પોતાના પતિ, સાસુ-સસરાના ત્રાસથી કંટાળીને આપઘાતની કોશીષ કરતાં ચકચાર જાગી છે. જેમાં રાત્રે વોશરૂમ જવા ઉઠેલી પરિણીતાને કોઈ વ્યક્તિ સાથે સંબંધ હોવાનો વહેમ રાખી તેના પતિએ છુટાછેડાની વાત કરતાં લાગી આવતાં પરિણીતાએ હાર્પીકના બે ત્રણ ઘૂંટા ગટગટાવ્યા હતા. જાેકે સારવાર મળી જતાં સંપૂર્ણ ભાનમાં આવતાં પરિણીતાએ આ અંગે ખેડા ટાઉન પોલીસમાં પોતાના પતિ, સાસુ-સસરા સામે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
