Gujarat

ગાંધીનગરના મોટી ભોંયણમાં યુવકે સૂતાં ઈસમને પેટમાં છરો માર્યો

ગાંધીનગર
કલોલના મોટી ભોંયણ ગામે પણ પ્રેમ સંબંધનાં કારણે હત્યાને અંજામ આપવાના પ્રયાસની ઘટના સાંતેજ પોલીસના ચોપડે નોંધાઈ છે. કલોલનાં મોટી ભોંયણ ગામે રહેતાં ૨૨ વર્ષીય સાહિલ દશરથજી ઠાકોરના પિતાનું બાર વર્ષ અગાઉ અવસાન થયેલું છે. ખેતી કામ કરતા સાહિલના પરિવારમાં માતા બબીબેન અને ચાર બહેનો છે. સાહિલના નાનાનું અવસાન થયું હોવાથી સાહિલ વાસમાં રહેતાં સગા સંબંધીઓને લોકાચાર જવાનું કહેવા માટે નીકળ્યો હતો. બાદમાં ઘરે આવીને જમીને સાહિલ ખાટલામાં આડો પડ્યો હતો અને તેની માતા અને બહેનો સાથે વાતચીત કરી રહ્યો હતો. ત્યારે ગામમાં રહેતો અશોક કાનાજી ઠાકોર હાથમાં છરો લઇને ઘરમાં ઘૂસી ગયો હતો અને મોકો જાેઈને સૂઇ રહેલાં સાહિલનાં પેટમાં કિડનીના ભાગે છરો હુલાવી દીધો હતો. આટલેથી સંતોષ નહીં થતાં અશોક ફરીવાર સાહિલને છરો મારવા જતો હતો, એ દરમિયાન સાહિલની માતા અને બહેનોએ દોડી આવીને અશોકને પકડી લીધો હતો. પરંતુ અશોક તેમનાં હાથમાંથી છૂટવા ઝપાઝપી કરી છરો વીંઝવા લાગ્યો હતો. જેનાં કારણે માતા બબીબેન તેમજ તેમની દીકરી પિંકી અને આરતીને આંગળીઓ પર ઈજાઓ થઈ હતી. જેનાં પગલે માતા-દીકરીઓએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો આવે તે પહેલાં અશોક સાહિલને કહેવા લાગેલો કે તને તો છોડીશ નહીં. બાદમાં લોકો એકઠા થઈ જતાં અશોક ત્યાંથી ભાગવા લાગ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અશોકને પકડી લેવા દોડધામ શરૂ કરી હતી . જ્યારે ગંભીર રીતે ઘાયલ સાહિલને કલોલની શ્રદ્ધા હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સાહિલને ત્રણ વર્ષ અગાઉ અશોકની બહેન સાથે પ્રેમ સંબંધો હતા. પરંતુ બે વર્ષથી પ્રેમ સંબંધો રહ્યા નથી. જેની અદાવત રાખીને હત્યાને અંજામ આપવા અશોક ઘરમાં ઘૂસી ગયો હતો અને સાહિલના પેટમાં છરા વડે હુમલો કર્યો હતો. જાે કે સાહિલની માતા-બહેનો આવી જતાં તે હત્યા કરવામાં સફળ થયો ન હતો. જેનાં વિરૂદ્ધમાં આઈપીસીની કલમ ૩૨૩, ૫૦૬(૨), ૪૫૨ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.ગાંધીનગર કલોલનાં મોટી ભોંયણ ગામે બહેન સાથે પ્રેમ સંબંધની અદાવત રાખી ખાટલામાં સૂતેલા પ્રેમીના પેટમાં ભાઈએ છરો હુલાવી દીધાની ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલાથી પ્રેમીની માતા અને તેની ત્રણ બહેનોને પણ છરાથી ઈજાઓ પહોંચી હતી. જાે કે માતા અને બહેનોએ હિંમત દાખવીને હુમલાખોરને ઝડપી લેવા સાંતેજ પોલીસ દ્વારા દોડધામ શરૂ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *