ગાંધીનગર
વિદ્યાસહાયકમાં ભરતી કરવાની માગણી સાથે આંદોલન શરૂ કરનારા ઉમેદવારોએ વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મહિલાઓ સહિતના આંદોલનકારીઓની પોલીસે અટકાયત કરીને ગાંધીનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા. જ્યાં તેમને મળવા માટે યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા હતા. આંદોલનકારીઓ સાથે વાતચીત બાદ યુવરાજસિંહ પરત ફરતા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેના પગલે પોલીસે તેમની ધરપકડ કરી છે. પોલીસ સાથે ઘર્ષણ કરી પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાનો આરોપ યુવરાજસિંહ પર છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે આંદોલનકરી રહેલા યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાસહાયકોની અટકાયત કરી ત્યારે યુવરાજસિંહ અહીં આવ્યા હતા. પોલીસ પર ગાડી ચડાવી હુમલો કરવાની કોશિશ કરતા તેમની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહે પોતાની ગાડીમાં બેસી ગાડી પોલીસ પર ચઢાવી દેવા પ્રયાસ કર્યો હતો. તેમની ગાડીમાં એક કેમેરો છે, જેમાં રેકોર્ડિંગ થાય છે તે રેકોર્ડિંગથી સાબિત થાય છે કે પોલીસ પર હુમલો કર્યો છે. કેટલાક લોકોએ અહીં આવી હોહા કરવાનો પ્રયત્ન કર્યો હતો તેમને એ સમજવું જાેઈએ કે, યુવરાજ સિંહે શું કર્યું છે. આ કિસ્સામાં પોલીસ પર ગાડી ચઢાવી, પોલીસ સાથે ઝપાઝપી કરી તે મુદ્દે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. કોઈ જાતની કિન્નખોરી રાખી નથી. યુવરાજસિંહ પાસેથી મળેલી તમામ વસ્તુ એફએસએલમાં મોકલાશે. યુવરાજસિંહની પુછપરછ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી યુથ વિંગના પ્રમુખ પ્રવીણ રામ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી. જેમા તેઓએ જણાવ્યું કે, છેલ્લા ગણા સમયથી યુવરાજસિંહ ને દબવાવાવનો, ચીડવવાનો એમના ટિ્વટ્ટર એકાઉન્ટ હેક કરવાનો એમના રહેણાંક સ્થળે પરેશાની ઉભી કરીને ઘર ખાલી કરવાનું દબાણ કરવામાં આવ્યું છે. ગતરોજ વિદ્યાસહાયકના સમર્થનમાં જ્યારે યુવરાજસિંહ પહોંચ્યા ત્યારે એમના પર ખોટી રીતે ગેરરીતિ આચરીને અને ખોટી ૩૦૭ અને ૩૩૨ જેવી ગંભીર ખોટી કલમ લગાવીને જેલ ના પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થયાના આક્ષેપ કરનાર યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસ હેડકવાર્ટરમાં યુવરાજસિંહે પોલીસ સાથે ઘર્ષણ કરી પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પર ગાડી ચડાવતો વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયો યુવરાજસિંહની જ ગાડીના કેમેરામાં રેકોર્ડ થયો હોવાનું રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું. યુવરાજસિંહ પાસેથી મળેલી તમામ વસ્તુ એફએસએલમાં મોકલાશે. જ્યારે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જ્યારે યુવરાજના સમર્થકો કોર્ટ ખાતે ઉમટી ન પડે તે માટે અગાઉથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.


