Gujarat

ગાંધીનગરમાં ૩ લુંટારાઓએ એક્ટિવા પર સવાર બે મહિલાનું પર્સ લુંટી ફરાર

ગાંધીનગર
ગાંધીનગરના સેકટર – ૨૭ શિવમ સોસાયટીમાં રહેતી શિખાબેન દિપકભાઈ કસારા મૂળ નેપાળની વતની છે. જેનાં પતિ મૂડ ઓફ વુડમાં નોકરી કરે છે. જ્યારે તેમના નણંદ સંગીતાબેન હાલમાં તેમની સાથે રહે છે. જેઓ પહેલા મણિનગર રહેતા હતા. શિખાબેન અને તેમના નણંદ સંગીતાબેન એક્ટિવા લઈને સંગીતાબેનની દીકરીનું લિવિંગ સર્ટીફિકેટ અને જુના ઘરે સામના લેવા મણિનગર ખાતે એક્ટિવા લઈને ગયા હતા. જરૂરી સામાન તેમજ સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ લઈને ઘરે પરત આવવા માટે નીકળ્યા હતા. એ વખતે શિખાબેને પર્સ એક્ટિવા આગળ પર્સ રાખ્યું હતું. રસ્તામાં નાસ્તો કર્યા પછી તેઓ કોબા સર્કલથી આગળ નિધિ પેટ્રોલ પંપ સામેના રોડ પર પહોંચતા પાછળથી બાઈક ઉપર ત્રણ લૂંટારૃઓ આવી પહોંચ્યા હતા. જેમાંથી પાછળ બેઠેલા ઈસમે અચાનક એક્ટિવામાં ભરાવેલ પર્સની તફડંચી કરી ગાંધીનગર તરફ ભાગ્યા હતા. આથી ચાલુ એક્ટિવાએ શિખાબેને પર્સ પકડી લીધું હતું. જેનાં કારણે એકદમ ઝટકો વાગતાં બંને જણાં એક્ટિવા પરથી પડી જતાં હાથમાંથી પર્સ છૂટી ગયું હતું. અને લૂંટારુઓ નાસી ગયા હતા. એક્ટિવા પરથી પડી જવાથી શિખાબેન અને સંગીતાબેનને શરીરે વધતી ઓછી ઈજાઓ થઈ હતી. જેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાહદારીઓએ ગાંધીનગર સિવિલ ખસેડયા હતા. આ અંગે શિખાબેને ફરિયાદ આપતા ઈન્ફોસિટી પીઆઈ વી.જી રાઠોડે ૧૧ હજાર રોકડા, મોબાઈલ ફોન, ૪ હજારનો મેકઅપનો સામાન તેમજ જરૂરી દસ્તાવેજાે મળીને કુલ રૂ. ૨૦ હજારની મત્તાની લૂંટનો ગુનો નોંધી લૂંટારુઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવીને તપાસનો દોર શરૂ કર્યો છે.ગાંધીનગરના કોબા રોડ ઉપર નિધિ પેટ્રોલ પંપ સામેથી પસાર થતી એક્ટિવા સવાર બે મહિલાનો પીછો કરીને બાઈક સવાર ત્રણ લૂંટારૃઓ ૨૦ હજારની મત્તા ભરેલા પર્સની તફડંચી કરીને ફરાર થઇ ગયા હતા. આ લૂંટારૃઓ પર્સ ખેંચીને ભાગતાં એક મહિલાએ હિંમત પૂર્વક ચાલુ એક્ટિવાએ પોતાનું પર્સ પકડી લીધું હતું. એ દરિયાન ઝાટકો વાગતાં એક્ટિવા સવાર બંને મહિલાઓ ૧૦ ફૂટ સુધી રોડ ઉપર ઘસડાઇ હતી. જેનાં કારણે ગંભીર ઈજાઓ થતા હાથમાંથી પર્સ છૂટી ગયું હતું. જેનો લાભ લઈ લૂંટારુ નાસી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *