ગાડીગીર માં આવેલા તમામ શિવાલયો હર હર મહાદેવ ના નાદથી ગુંજી ઉઠયા મહાશિવરાત્રિ પર્વની ઉજવણી પૂજા અર્ષના થી કરવામાં આવી હતી વિવિધ શિવાલયોમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું બાણેજ.કનકાઈ. પાતળેશ્વર ટપકેશ્વર. સાત મહાદેવ. દ્રોનેશ્વર. બીલેશ્વર. મહાદેવ મંદિરે ભાવિક ભક્તો પૂજા-અર્ચના માટે મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. જીવને શિવ સાથે મિલનના પર્વ મહાશિવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ ટપકેશ્વર. બાણેજ પાતળેશ્વર બીલેશ્વર. જે શિવાલયો મદયગીર ની અંદર છે તે શિવાલયોમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. ભક્તોએ ભોલેનાથનાં દર્શન કર્યાં હતાં. શહેરનાં શિવાલયો રોશનીથી ઝગમગી ઊઠ્યાં હતાં. મદય રાત્રી થી દર્શન ભકતો માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં. અને શિવજી ની ભાંગ નું પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. હરેક મંદિર ના પટાંગણમાં જાણે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. હરેક શિવાલયો પર જુદા જુદા યુવક મંડળ દ્વારા ભક્ત ગણ માટે ફરાળ. અને ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે ગાડીગીર નું જંગલ હર હર મહાદેવ. બમ બમ ભોલે ના ગગન નાદથી ગુંજી ઉઠયા હતા..


