Gujarat

ગીરગઢડાના બેડીયા ગામ નજીક ટ્રાવેલ્સ બસ અને કાર વચ્ચે અકસ્માત થતા પિતા-પુત્રને ગંભીર ઇજા

ઊના – ગીરગઢડાના બેડીયા ગામ નજીક રાજકોટ થી ટીંબી જતા કાર ચાલક અને અજાણ્યો ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માત થતા કારમાં બેઠેલા પિતા-પુત્રને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ઉના  હોસ્પીટલે ખસેડાયેલ હોય આ બાબતે ટ્રાવેલ્સ બસના ચાલક વિરૂધ્ધ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પ્રકાશભાઇ હરીભાઇ સતાસીયા તેમજ ઉર્વિશભાઇ પ્રકાશભાઇ સતાસીયા બન્ને પિતા-પુત્ર રહે. રાજકોટ પોતાની કાર નં.જીજે ૦૩ કે એચ ૩૩૦૭ લઇ રાજકોટ થી ટીંબી ગામે કામકાજ અર્થે આવતા હતા. ત્યારે ગીરગઢડાના બેડીયા ગામ નજીક વળાંક પાસે સામેથી પુરઝડપી ગફલત ભરી ચલાવી આવતો ટ્રાવેલ્સ બસ નં. જીજે. ૧૪ ઝેડ ૦૬૭૨ ના ચાલકે કાર સાથે ધડાકારભેર ભટકાવી દેતા આ અકસ્માતમાં કાર ચાલક પ્રકાશભાઇને માથાના કપાળ તેમજ છાતીના ભાગે ગંભીર ઇજા પહોચતા ફેક્ચર થયેલ જ્યારે તેમનો પુત્ર ઉર્વિશભાઇને પણ પગના ભાગે ઇજા થઇ હતી. આ બનાવની રસ્તા પર વાહન ચાલકોએ ઇમરજન્સી ૧૦૮ ને જાણ કરતા બન્ને ઇજા ગ્રસ્તોને તાત્કાલીક ઉના ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા. આ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાન ઉર્વિશભાઇએ ગીરગઢડા પોલીસમાં અજાણ્યા ટ્રાવેલ્સ બસ વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી કરેલ છે.

-ગામ-પાસે-ટ્રાવેલ્સ-બસે-કારને-ઠોકર-મારી-દેતા-બે-ને-ઇજા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *