Gujarat

ગીરગઢડા અભિનવ વિદ્યા મંદિર ખાતે તાલુકા કક્ષાનાં કલા મહાકુંભ 2022ની ઉજવણી કરાય

ગીરગઢડા અભિનવ વિદ્યા મંદિર ખાતે તાલુકા કક્ષાનાં કલા મહાકુંભ 2022ની ઉજવણી કરવામાં આવી હતી.  કોરોના સંક્રમણની તકેદારીનાં ભાગ રૂપે સમગ્ર આયોજન સંક્ષિપ્ત રખાયેલ. આ કાર્યક્રમનાં અધ્યક્ષ યુવક મંડળના પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ,ઉપ પ્રમુખ નવીનભાઈ સોલંકી, એસ.વી.એસ. કન્વીનર નરેશભાઈ ઉપાધ્યાય, તાલુકા કક્ષાનાં કલા મહાકુંભના કન્વીનર રઘુભાઈ બારડ, આચાર્ય રત્નેશભાઈ જોષી, નિર્ણાયક  કામળીયા, શરદભાઈ પંડ્યા અને કલાગુરુ પાયલબેન કાનાણી સહીત ઉપસ્થિતિ રહી વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા બદલ સારા અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપી હતી.

આ કાર્યક્રમમાં દિવંગત સ્વર સામ્રાજ્ઞી સુશ્રી લતા મંગેશકરજીને કલાગુરુ પાયાલબેન, સંગીતાબેન ચૌહાણ અને સારસ્વતમિત્ર સંજયભાઈ પરમાર દ્વારા સ્વરાંજલિ આપવામાં આવી. અને તાલુકા કન્વીનર  રઘુભાઈ બારડ દ્રારા ખુલ્લો મુકવામાં આવ્યો. આ કાર્યક્રમ ની શરૂઆત શ્રી અભિનવ વિદ્યા મંદિર ગીર ગઢડાની બહેનોનાં પરંપરાગત રાસ દ્વારા થઈ. સાજીંદાઓમાં હાર્મોનિયમ પર પ્રિન્સ મકવાણા, ઢોલક પર કવન જોષી, ગાયનમાં ઈશા અને મિત્તલ ડાભી રહ્યા હતા .સમગ્ર કાર્યક્રમનું સંચાલન સારસ્વતમિત્ર  ધનંજયભાઈ ભટ્ટ, મેહુલભાઈ પરમાર, આશિષભાઈ પંડ્યા, પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે ખૂબ જહેમત ઉઠાવી હતી.

 

-વિદ્યા-મંદિર-ખાતે-તાલુકા-કક્ષાનાં-કલા-મહાકુંભ-2022ની-ઉજવણી-કરવામાં-આવી-હતી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *