Gujarat

ગીર સોમનાથ જિલ્લા શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારી,જિલ્લા/ તાલુકા કારોબારી માં મહિલા મંત્રી ની વરણી,પર્યાવરણ ગતિવિધિ નો ત્રિવિધ કાર્યક્રમ સોમનાથ દાદાની પાવન ભૂમિ યોજાઈ ગયો  

  ગિરગઢડા
    ભારતીય ગંગદેવ.
        પ્રાચી તીર્થ…ગીર સોમનાથ જિલ્લા શૈક્ષિક મહાસંઘ ના બેનર હેઠળ સોમનાથ ટ્રસ્ટ ના TF ભવન ખાતે શૈક્ષિક મહાસંઘ ગીર સોમનાથ ની જિલ્લા કારોબારી અને જિલ્લા/તાલુકા ની કારોબારી માં મહિલા મંત્રી ની વરણી તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર જિલ્લા માં 11 લાખ વૃક્ષારોપણ કરવામાં આવનાર હોઈ તેમાં શિક્ષકો ની સહ ભાગીદારી બાબતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. કારોબારી ની શરૂઆત માં જિલ્લા કારોબારી સભ્ય દીપક ભાઈ જોશી દ્વારા સંગઠન મંત્ર થી થઈ હતી.આવેલ મહેમાનો નું જિલ્લા અધ્યક્ષ શ્રી દિનેશભાઈ પરમાર અને તમામ તાલુકાના અધ્યક્ષશ્રીઓ દ્વારા મહેમાનોનું શાબ્દિક અને પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ જિલ્લા મંત્રી દેવાયતભાઈ ભોળા દ્વારા કારોબારી મીટીંગ નાં એજેન્ડા નું વાચન કરવા માં આવ્યું.તેમજ સમગ્ર જિલ્લા તાલુકા ના મંડળ રચના,કર્તવ્ય બોધ દિવસ ની ઉજવણી,જિલ્લાના પડતર પ્રશ્નો જેવા વિષય પર માર્ગદર્શન કરેલ હતું.રાજ્ય મહિલા વિભાગ પ્રિતીનિધી અને જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ ભાવના બેન સોલંકી દ્વારા સંગઠન માં મહિલા ની ભાગીદારી અને મહિલા મંત્રી ની વરણી નો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો જે સર્વે કારોબારી સભ્યો એ સર્વાનુમતે મંજૂર કર્યો હતો.જિલ્લા કોષાધ્યક્ષ રમેશભાઈ બારડ દ્વારા સદસ્યતા અભિયાન અને નાણાકીય હિસાબ નું વાચન કરવા આવ્યું હતું.પર્યાવરણ ગતિવિધિ અંતર્ગત સોમનાથ ટ્રસ્ટ નાં *11 લાખ વૃક્ષારોપણ કાર્યક્રમ* માં શિક્ષકો ની સહ ભાગીદારી બાબતે પ્રાંત પર્યાવરણ ગતિવિધિ સંયોજક દિલીપભાઈ રાડિયા,સોમનાથ ટ્રસ્ટ ના મેનેજર વિજયસિંહ ચાવડા,નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર ડોડીયા સાહેબ,rrs જિલ્લા સંઘ ચાલક જેન્તી ભાઈ ગોહેલ દ્વારા સુંદર માર્ગદર્શન કરેલ.કર્તવ્ય બોધ દિવસ ની ઉજવણી બાબતે જિલ્લા સહ કાર્યવાહ પિયુષભાઈ ભટ્ટ એ માર્ગદર્શન કરેલ.આ કાર્યક્રમ માં તમામ સંવર્ગ નાં જિલ્લા /તાલુકા ના  અધ્યક્ષ તેમજ મંત્રી,સંગઠન મંત્રી,હોદેદારો તેમજ કારોબારી સભ્યો અને મહાસંઘ નાં કાર્યકર્તા ભાઈઓ બહેનો જોડાયા હતા. માધ્યમિક વિભાગ અધ્યક્ષ અજીતભાઈ ખેર,મંત્રી દેવેન્દ્રભાઈ સોલંકી, ઉ.માધ્યમિક નાં અધ્યક્ષ ઈલેશભાઈ ઝાલા મંત્રી.રણજીતભાઇ ડોડીયા,સરકારી ઉ.માધ્યમિક અધ્યક્ષ ડાભી સાહેબ સહિત ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ ની આભારવિધિ જિલ્લા ઉપાધ્યક્ષ મેણસીભાઈ જોટવા  એ કરેલ હતી.કારોબારી પૂર્ણ થયા બાદ સૌ સાંજનું ભોજન લઇ છૂટા પડયા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જિલ્લા સંગઠન મંત્રી કિશોરભાઇ સોલંકી ,જિલ્લા સહમંત્રી કિશોરભાઇ મકવાણા ,જિલ્લા કાર્યલય મંત્રી દીનેશભાઈ ઝાલા અને વેરાવળ તાલુકા અધ્યક્ષ દિનેશભાઈ મધા એ જહેમત ઉઠાવેલ.
Attachments area

IMG-20220110-WA0228.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *