Gujarat

ગુજરાત કોંગ્રસના મહામંત્રી વિત્રાત્રી પટેલને નજરકેદ કરાયા

આણંદ
કોંગ્રેસ દ્વારા યુવાઓને સાથે લઈ રોજગાર અને પેપર લીક કાંડ મુદ્દે યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરાયું હતું અને જે બાદ વિધાનસભા ગૃહનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ પણ અપાયો હતો. જાેકે, સરકારી તંત્રએ જાણકારી મેળવી કોંગ્રેસના મુખ્ય હોદ્દેદારો ગાંધીનગર ન પહોંચે તે માટે ગુજરાત કોંગ્રેસના મહામંત્રી વિજ્ઞાત્રી પટેલને નજરકેદ કરાયા છે. સરકાર વિપક્ષનો અવાજ સત્તા સાધનોથી દબાવવા માંગે છે. તમામ મોરચા દ્વારા યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં તેઓ આમંત્રિત હોઈ પહોંચવાના હતા અને યુવાનોને સંભોધવાના હતા, પરંતુ તેઓની જાણ બહાર પોલીસ કાફલો ઘરે મોકલી અમોને નજરકેદ કરાયા છે. કોંગ્રેસ પ્રદેશ નેતાગીરી ભાજપ સરકારની નિષ્ફળતાઓ જનતા સમક્ષ ખુલ્લી પાડી રહી છે. ત્યારે ડઘાઈ ગયેલી સરકાર અમો કોંગ્રેસ આગેવાનોને પ્રજા વચ્ચે જતા રોકી રહી છે. બંધારણીય લોકશાહી નિયમોનું પણ હનન કરી રહી છે. વિજ્ઞાત્રી પટેલ ચતુર મહિલા આગેવાન સાથે ચરોતરની રાજનીતિમાં કોંગ્રેસની થિંક ટેન્ક મનાય છે. આણંદ જિલ્લા પંચાયતમાં વિવિધ સત્તાકીય જવાબદારીઓ સાથે પ્રદેશ કોંગ્રેસમાં પણ છેલ્લા ૭ વર્ષ ઉપરાંતથી વિવિધ સંગઠન હોદ્દા ઉપર રહી ચાવીરૂપ ભૂમિકા ભજવી ચુક્યા છે. તેઓને નજરકેદ કરતા સ્થાનિક સ્તરે પણ કોંગી કાર્યકરો આક્રોશ છે. જ્યારે વિપક્ષનો અવાજ દબાવવા અને આગેવાનોને જનજાગૃતિના કાર્યક્રમોમાં જતા રોકવા સરકાર દ્વારા સત્તાધિકારનો આવો દુરુપયોગને લઈ જનતામાં પણ ભારે નારાજગી જાેવા મળી રહી છે.રાજ્યમાં ચૂંટણીના ભણકારા સંભળાઈ રહ્યા છે. ત્યારે રાજ્યની મુખ્ય વિપક્ષ પાર્ટી કોંગ્રેસ પણ કાર્યકર્તાઓને સજ્જ કરી વિવિધ મુદ્દે સરકારને ઘેરવાના કાર્યક્રમો આપી રહી છે.

Gujarat-Congress-General-Secretary-Vignatri-Patel.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *