Gujarat

ગુજરાત ગૌરવ યાત્રા નું રાણપુર તાલુકામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ… નાગનેશ,રાણપુર,ઉમરાળા ગામે ગુજરાત ગૌરવ યાત્રા આવી પહોચતા લોકોએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ…

દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ એ આજરોજ ઝાંઝરકા ગામથી ગુજરાત ગૌરવ યાત્રા ને પ્રસ્થાન કરાવતા આ યાત્રા બપોરના સમયે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે આવી પહોચી હતી જ્યા રાણપુર તાલુકા ગ્રામ્ય ભાજપ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો અને લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ગુજરાત ગૌરવ યાત્રા નું ભવ્ય સ્વાગત કર્યુ હતુ.ત્યાથી આ ગુજરાત ગૌરવ યાત્રા રાણપુર શહેરમાં પાળીયાદ ત્રણ રસ્તે આવી પહોચી હતી.કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા,કેન્દ્રીય,મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા,બોટાદના ધારાસભ્ય સૌરભભાઈ પટેલ,પુર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા,અર્જુનરામ મેઘવાલ સહીતના રાજકીય નેતાઓ રાણપુર શહેરમાં ગુજરાત ગૌરવ યાત્રા લઈને આવી પહોચતા પાળીયાદ ત્રણ રસ્તે રાણપુર શહેર ભાજપ સંગઠન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.રાણપુર શહેરના ભાજપના આગેવાનો,કાર્યકરો,ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક અને કર્મચારીઓ,RMP બેરીંગ કંપનીના માલીક અને કર્મચારીઓ સહીત મોટી સંખ્યામાં લોકો ગુજરાત ગૌરવ યાત્રા ના સ્વાગતમાં જોડાયા હતા.ત્યાર બાદ આ યાત્રા નું રાણપુર તાલુકાના ઉમરાળા ગામે મોટી સંખ્યામાં લોકોએ સ્વાગત કર્યુ હતુ.ગુજરાત ગૌરવ યાત્રા બોટાદ જીલ્લામાં પ્રવેશતા રાણપુર ના નાગનેશ ગામેથી કાર અને બાઈક તેમજ ડી.જે.ના તાલ સાથે ભવ્ય સ્વાગત કર્યુ હતુ….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

1665662436118.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *