Gujarat

 ગુજરાત સરકાર  ગાંધીનગર માન્ય ભાટીયા શહેરની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા દ્વારકા ખાતે ભાગવત કથામાં સન્માન સમારોહ યોજાયો સંસ્થાના અધ્યક્ષશ્રી દ્વારા સાદર સૂર વંદન સહ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ…

   ગિરગઢડા
   ભરત ગંગદેવ..
 પવિત્ર નગરી દેવભૂમિ દ્વારકા ભગવાન  દ્વારકાધીશની દેવભૂમિ સાનિધ્યમાં કચ્છી વાડી ધર્મશાળા ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ શતાબ્દી મહોત્સવ ૨૦૨૨,નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથાના સાતમા દિવસે એટલે તા. ૨૯- ૦૫-૨૦૨૨,ના રોજ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનાં વક્તા પરમ પૂજ્ય આચાર્યશ્રી પ્રમોદ કુમાર મહારાજનું ગાંધીનગર ગુજરાત સરકાર માન્ય ભાટીયા શહેરની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશનું સ્મૃતિ, વિશિષ્ટ સન્માન પત્ર, સહ શાલ ઓઢાડી પૂ. કથાના આચાર્યશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. કથાના સાથી કલાકારોને સન્માનપત્ર, પ્રમાણપત્ર આપી સાથે ઉપરાણું પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા એવા અમદાવાદના અને ગુજરાતમાં જેમની એક આગવી કાવ્ય જગતમાં ઓળખ છે એવા રાજ લેખન તંત્રીશ્રી- કવિશ્રી રાજુભાઈ રબારીને સાલ ઓઢાડી તેમજ પારિતોષિક સન્માન એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદના સુપ્રસિદ્ધ જાણીતા તબલા વાદક (B. Ed. In Music)  નિવાસ ચિરાંદાસ સાહેબનું સન્માન એમના વતી શ્રી વલ્લભભાઈ ધનાણી જીને ભગવાન  દ્વારકાધીશનું સ્મૃતિ, આપી સન્માન કરવામાં આવ્યું હતું. કથાના મુખ્ય યજમાનશ્રી  વલ્લભભાઈ ધનાણીનું વિશેષ સેવા સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને આ સન્માન સંસ્થાના અધિકારી  પરસોતમભાઈ કછેટીયા અને સંગીત વિશારદ  ધવલભાઈ પી. મહેતાના વરદ હસ્તે કથાકારશ્રીનું તેમજ દરેક કલાકાર  ઓનું , મુખ્ય યજમાનશ્રીનું તથા કવિ  નું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના અધ્યક્ષશ્રી (B. Ed. In Music) કમલેશભાઈ આર. બથીયા કારણોસર હાજર ના રહી શક્યા માટે કમલેશભાઈ આર. બથીયા દ્વારા શુભેચ્છા સંદેશ મોકલી પૂ. કથાકારશ્રી, તથા સાથી કલાકારોને જય દ્વારકાધીશ સહ સાદર સૂર વંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન પાઠવવામાં આવ્યા આ તકે પૂ. કથાકાર આચાર્યશ્રી પ્રમોદ મહારાજ દ્વારા નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયાનું સન્માન એમના વતી સંસ્થાના અધિકારીશ્રી પરસોતમભાઈ  કછેટીયાને ઉપરાણું પહેરાવી અને સન્માનિત કરી સહ નવગુજરાત સંગીત વિદ્યાપીઠ સંગીત સંસ્થા ઉત્તરોઉત્તર પ્રગતિ કરે તે માટે આશીર્વચન પાઠવેલ તેમજ આયોજકો, કથાનાં સાથી કલાકારો વગેરે દ્વારા ભાટીયા શહેરની ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયા તથા સંસ્થાની સમિતિનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.

IMG-20220529-WA0402.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *