રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના છીપડી ખાતે સ્કૂલ ઓફ જીનીયસનો સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા.શાળાના ઉદ્ઘાટન પ્રસંગે દયારામ બાપુ, વિજયદાસજી બાપુ, અનિરુદ્ધગીરીજી મહારાજ,દયાનંદ સરસ્વતીજી, યોગેશદાસજી બાપુ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન મંત્રી રાજેશભાઈ પટેલ, સંગઠન મંત્રી કલ્પેશસિંહ વાઘેલા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ માં પંથકના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,કોંગ્રેસના ધારાસભ્ય કાળુસિંહ ડાભી તેમજ અગ્રણીઓએ ઉપસ્થિત રહી સ્કૂલ ઓફ જીનીયસ ને સક્સેસ થવા બદલ શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને સમગ્ર ઉદ્ઘાટન પ્રસંગમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના સંચાલકોએ આ શાળામાં અભ્યાસ કરતા સૌને સારા સંસ્કાર સાથે અભ્યાસ મળી રહેશે તેવી બાહેધરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


