Gujarat

વડાલ ગામે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા પધારતા તેનું ભવ્ય સ્વાગત કરાયુ પેવર બ્લોક અને આંગણવાડીના વિકાસ કામોના લોકાર્પણ કરાયા

 જૂનાગઢ તાલુકાના વડાલ ગામે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા પધારતા તેનું ભવ્ય સ્વાગત કાર્યક્રમ મહાનુભાવોની ઉપસ્થિતીમાં થયુ હતું

આંગણવાડીઓમાં બાળકોને પ્રવેશ અપાયો હતો. ખેતીવાડીના તથા ઝુંપડપટ્ટીઓના લાભાર્થીઓને વિજ જોડાણો અપાયા હતા. વડાલ ગામે રૂ. પ લાખના ખર્ચે બનેલ હાઇવેથી બાવજીભાઇ કરમશીભાઇના ઘર સુધીના કામનું લોકાર્પણ કરાયું હતું. તેમજ ઇશાપુર ગામે રૂ. ૭ લાખના ખર્ચે થયેલ આંગણવાડીના કામનું લોકાર્પણ પણ ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે થયું હતું. તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનાઓના લાભોનું વિતરણ પણ લાભાર્થીઓને થયું હતું.

જેમાં સરપંચશ્રી મનસુખભાઇ અઘેરા,  ભરતભાઇ દોમડિયા, ઉપસરપંચશ્રી વિઠ્ઠલભાઇ કાપડિયા,  અગ્રણીશ્રી હરિભાઇ પરમાર,  પ્રવીણભાઇ પટોળિયા, રસિકભાઇ ગજેરા,  સમાજ કલ્યાણ અધિકારીશ્રી જે.કે.ચાવડા, રાઉન્ડ ફોરેસ્ટર શ્રી બી.વી. લીંબડ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ  ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *