ગિરગઢડા
ભરત ગંગદેવ..
ભારત દર વર્ષે 13.76 મિલિયન મેટ્રિક ટન માછલી નું ઉત્પાદન કરે છે વિશ્વ મા ચીન, ઇન્ડિનેસિયા પછી ભારત ત્રીજા ક્રમે આવે છે જેમાં ગુજરાત નો 20 ટકા હિસ્સો છે કોરોના ને કારણે મત્સ્ય ઉધોગ પર બહુ મોટી અસરો થઇ જેમાં લોક ડાઉન, આર્થિક મંદી સ્વસ્થ્ય પર અસરો, આવક મા ઘટાડો અને માછલી પકડવા ના કામો સાથે જોડાયેલ કારીગરો મજૂરો અને સંગઠનો, હોડી માલિકો, વચેટિયાઓ, માછલી પ્રોસેસિંગ સાથે જોડાયેલા કામદારો અને કંપની ના માલિકો, કોલ્ડ સ્ટોરેજ ના માલિકો અને આયાત કરનારા માલિકો, ખાસ કરીને કોરોના, અને ટોકતે વાવાજોડા દરમ્યાન માછીમારી ના ધંધા, રોજગાર કરતા પરિવાર ના લોકો ને પડેલી સમસ્યા મુશ્કેલીઓ અંગે નાઆ બેદિવસિય પરિસવાદ યોજાયેલ હતો જેમાં આ ધંધા સાથે જોડાયેલ પરિવાર ના લોકો ને પડેલી તકલીફો મા રોજેરોજ નું કમાઈ ખાનારા sc st અને obc સમુદાય ના લોકો ને આર્થિક, સામાજિક, શારીરિક, માનસિક રીતે ખુબજ વેઠવું પડેલ હતું આવા લોકો ને સરકાર અને કંપનીઓ તરફથી કોઈ પ્રકાર ની મદદ, સગવડ મળેલ નથી
આ પરિસવાદ મા આરોગ્ય, આવાસ, અકસ્માત, પી. એફ, યોગ્ય વળતર મહિલાઓની પ્રસુતિ રજા, સ્વ બસ્તો ઉભી કરવા મજુર અને માલિકો નો સંબંધો સ્થાપિત, મજુર સંગઠન બનાવવા અને એમાં દરેક સમાજ ના આગેવાનો નો સહકાર લેવો જોઈએ, માચીમાર પરિવાર ના લોકો ને મદદ ની જરૂર છે
*આયોજન* બંદરો પાસે આવેલ ગામ નો અભ્યાસ કરવો, માછીમારો સાથે જોડાયેલા સંગઠનો સાથે જોડાઈ વર્ક શોપ કરવો, દરિયાઈ વિસ્તાર ના લોકો મા જાગૃતિ અભિયાન, પ્રવાસ કરવો,36 જેટલાં તાલુકા દરિયા કિનારે આવેલા છે તો ત્યાં આ વિસય અનુસંધાને કામ કરતી ઓફિસ પણ હોવી જોઈએ, મહિલાઓ મા કાનૂની જાગૃતિ આવે એવા કાર્યક્રમ કરવા, માછીમારી સમુદાય મા સગીર લગ્નો થાય છે જેને અટકાવવા જોઈએ દરિયાઈ વિસ્તાર મા સેન્ટરો ખોલવા જેના થી લોક સવાલો સમજી શકાય અને દરિયાઈ પટ્ટી ના ગામે દર મહિને અલગ અલગ ગામે એક મિટિંગ થવી જોઈએ
આ પરિસવાદ મા સરબેશ્વર શાહુ ડો. મુકેશ લકુમ, ડો. જેન્તીભાઇ માકડીયા, ડો. રાજેશ લકુમ, દેવેન વણવી, બાલુભાઈ સોચા, ગોવિંદ ચાવડા, માનસિંહ ચાવડા, ભરત કામલીયા, મધુ સોનારી,જીવન જુંગી,વીસનું ભાઈ, દેવદાન મુસડીયા, અરવિંદ ખુમાણ,દક્ષાબેન શાંખટ,કૃતિકાબેન બારીયા,મુકેશ રાઠોડ, મનીષ થાવર,હિતેન્દ્રભાઇ રાઠોડ, રાજેશ બામણીયા,મહેશ ચાવડા,દેવા ભાઈ રાઠોડ,રવિરાજ ગોહેલ, નરેન્દ્ર જાદવ મોહન સોંલકી,વગેરે હાજર રહેલા હતા એમ સૌરાષ્ટ્ર દલિત સંગઠન ગીરસોમનાથ જિલ્લા દ્વારા જણાવેલ છે


