Gujarat

ચલાલા ટાઉનમાંથી એક ઇસમને લાયસન્સ વગરની દેશી બનાવટની પિસ્તોલ (અગ્નિશસ્ત્ર) સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લાના નાગરિકો ભયમુક્ત રીતે જીવન જીવી શકે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે, તે માટે પેટ્રોલીંગ સઘન બનાવવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમ ગઇ રાત્રે કોમ્બિંગ નાઇટ પેટ્રોલીંગ દરમિયાન ચલાલા, બસ સ્ટેન્ડ બહાર એક ઇસમ ગેરકાયદેસર હથિયાર સાથે આંટા ફેરા મારતો હોવાની હકિકત આધારે એક ઇસમને લાયસન્સ વગરના પ્રાણઘાતક અગ્નિશસ્ત્ર પિસ્તોલ સાથે પકડી પાડેલ છે.
→ પકડાયેલ આરોપી
યાસીન હબીબભાઇ ચૌહાણ, ઉ.વ.૨૧, રહે.સાવરકુંડલા, ખાટકીવાડ હાલ રહે.લીલીયા, હનુમાનપરા તા.લીલીયા, જિ.અમરેલી
→ પકડાયેલ અગ્નિશસ્ત્ર
એક દેશી બનાવટની લોખંડની ફ્રેમ વાળી પિસ્તોલ (અગ્નિશસ્ત્ર) કિ.રૂ.૩૦૦૦/
છ પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલ આરોપી વિરૂધ્ધ અગાઉ હથિયાર ધારા તથા જુગાર ધારા અન્વયે નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે. (૧) ખાંભા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૦૧૨૦૦/૨૦૨૦, આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ. (૨) લીલીયા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૫૨૧૦૪૩૭/૨૦૨૧, જુગાર ધારા કલમ ૧૨ મુજબ.
પકડાયેલ ઇસમ પાસેથી મળી આવેલ અગ્નિશસ્ત્ર તેણે કોની પાસેથી મેળવેલ હતું, ક્યા કારણોસર સાથે રાખેલ હતું. આ અગ્નિશસ્ત્ર સાથે રાખીને તે કોઇ ગુનાને અંજામ આપવા જઇ રહેલ હતો કે કેમ ? વિ. મુદ્દાઓ અંગે આરોપીની પુછપરછ હાથ ધરવામાં આવેલ છે.
અગ્નિશસ્ત્ર સાથે પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી, આરોપી અને મુદ્દામાલ વધુ તપાસ અર્થે ચલાલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી.આર.કે.કરમટા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એલ.સી.બી. અમરેલી તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *