Gujarat

ચાણસ્માના ગામમાં ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી અર્ધનગ્ન હાલતમાં યુવકની લાશ મળી

પાટણ
ચાણસ્મા તાલુકાના ધીણોજના ગંગાપુરા ગામ વિસ્તારમાં રહેલી આવવારૂ જગ્યામાં ઝાડ પર કાપડનું વસ્ત્ર બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ જાેવા મળતા પંથકમાં ચકચાર મચી હતી. આ બાબતે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો હતો. ચાણસ્માના ધીણોજ ગામ નજીક આવેલ ગંગાપુરા ગામમાં અર્ધનગ્ન હાલતમાં અજાણ્યો યુવકગળાફાંસો ખાધેલી હાલતમાં ઝાડ સાથે લટકતો જાેવા મળ્યો હતો. ઘટના મામલે પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ આ સ્થળે આવીને સમગ્ર ઘટના મામલે તપાસનો દોર શરૂ કર્યો છે. હજુ સુધી આ ઈસમની ઓળખ કે ઘટના બાબતે વધુ કોઈ વિગતો બહાર આવવા પામી નથી તપાસના અંતે સત્ય હકીકત બહાર આવશે તેવું સ્થાનિક લોકોના સૂત્રોએ જણાવ્યું હતું.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *