Gujarat

પાટણમાં સગા મામાના છોકરાએ ફોઇના છોકરાને છરી વડે રહેસી નાખ્યો

પાટણ
પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો. એક વર્ષથી ચાલતા મામા-ફોઇના છોકરાઓના ઝઘડાઓ અંત મોતથી આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં રિક્ષા ચાલક ફોઇના છોકરા પર તેનો મામાનો છોકરો ભરબજારે છરી વડે હુમલો કરે છે. જેમાં રિક્ષા ચાલક ઢળી પડે છે. જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પણ સારવાર મળે તે પૂર્વે જ તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતું. મૃતક પ્રકાશ પટણી રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જેને છેલ્લા એકાદ વર્ષથી તેના મામાના છોકરા સાથે ઝઘડો ચાલતો હતો. જેમાં પ્રકાશ ઘરેથી રિક્ષા લઇને વર્ધી માટે નીકળ્યો હતો, ત્યારે વેરાઇ ચકલા પાસે તેનો મામનો છોકરો મળ્યો હતો. ઓ…મા…ઓ…મા…મારો છોકરો, મારા છોકરાને મારી નાખ્યો’ આ હૈયાફાટ રૂદન એ માતાનું છે. જેના પુત્રની પાટણમાં ભરબજારે હત્યા થઇ છે. દુઃખની વાત એ છે કે, સગા મામાના છોકરાએ ફોઇના છોકરાને બજાર વચ્ચે રહેસી નાખ્યો છે. ત્યારે માતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. એક બાજુ પુત્ર ખોયો તો બીજી બાજુ હત્યારા પણ પોતાના જ છે. શરૂઆતમાં થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને ઉશ્કેરાયેલા મામાના છોકરાએ પ્રકાશને ભરબજારે રહેસી નાખ્યો હતો. જેને હોસ્પિટલ લઇ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જ્યાં મૃતકના પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી માહોલમાં ગમગીની છવાઇ હતી. મૃતક પ્રકાશ બે સંતાનોનો પિતા હતો. જેનો પુત્ર ધોરણ ૬માં અને પુત્રી ધોરણ ૫માં અભ્યાસ કરે છે. આ માસુમ બાળકોને હજુ એ પણ ખબર નથી કે તેમના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા. આ ઘટના અંગે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. જ્યારે માહોલ વધારે ન બગડે તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *