Gujarat

ચોટીલા મુકામે રઘુવંશી ક્રાંતિ મંચનું પ્રથમ અધિવેશન ની ભારે જોશ અને ઉત્સાહ સાથે શરૂ વાત..

 ગિરગઢડા તા 4
 ભરત ગંગદેવ..
રઘુવંશી એકતાના પ્રતિક સમા અને રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે રઘુવંશીઓનું કદ અને પ્રતિનિધિત્વ વધે એવા શુભાશય સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી રઘુવંશીનો અવાજ પ્રબળ બને અને કોઈ પણ રાજકીય પક્ષને તેની નોંધ લેવી પડે એવી સ્થિતિ નિર્માણ કરવાના શુભાશયથી આજરોજ ચોટીલા ખાતે શ્રી ચામુંડા અતિથિ ગૃહમાં રઘુવંશી ક્રાંતિ મંચના  અધિવેશનનો પ્રારંભ ખૂબ જ સૌહાર્દપૂર્ણ  વાતાવરણમાં થયો.
પ્રારંભે જ જબરજસ્ત શરૂઆત એ રઘુવંશીઓની અસ્મિતાને ઉજાગર કરવા માટે ખરેખર ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે..આમ સંગઠિત સમાજ, સુરક્ષિત સમાજ, શિક્ષિત સમાજ અને તો જ થશે સુખી સમાજ આ વિચારધારાને આધીન આ અધિવેશન સમસ્ત રઘુવંશીઓ માટે એક આદર્શ પ્રેરણાસ્ત્રોત બની રહેશે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે.

IMG-20220403-WA0420.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *