ગિરગઢડા
ભરત ગંગદેવ.
રાપર લોહાણા મહાજન દ્વારા દરિયાસ્થાન મંદિરથી ૪.૩૦ કલાકે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ. જે શહેરના મુખ્ય માર્ગોથી પરથી પસાર થઈ આઢવાળા તળાવ મધ્યે દરિયાલાલ દાદાનું પૂજન અર્ચન કરી મહા આરતી કરવામાં આવેલ. સમગ્ર શોભાયાત્રા દરમિયાન બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી DJ ના સથવારે રાસની રમઝટ કરવામાં આવી. રાપર શહેર દરિયાલાલ ઝુલેલાલના નાદ સાથે ગાજી ઊઠ્યું હતું.
ઉપરોક્ત કાર્યક્રમમા રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિરના સંતશ્રી ત્રિકાલદાસજી મહારાજ, રાપર લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ ચંદે, ઉપપ્રમુખ વસંતભાઈ આદુઆણી, વિપુલભાઇ રાજદે, નીતિનભાઈ પુજારા, મહામંત્રી પ્રભુલાલ રાજદે, મંત્રી જયેશભાઇ મજીઠીયા, ખજાનચી પારસભાઇ માણેક, સંગઠન મંત્રી પ્રફુલ્લભાઇ ચંદે, મુકેશભાઈ ઠક્કર, ભોગીલાલ મજીઠીયા, નિલેશભાઈ કારીયા, દિલિપભાઈ મિરાણી, શૈલેષભાઈ ભીન્ડે, પ્રતાપભાઈ મિરાણી, તુલસીભાઈ ચંદે, લાલજીભાઈ નાથાણી, રાપર લોહાણા યુવક મંડળના પ્રમુખ ચાંદ ભીન્ડે, જય ચંદે, ભાવિન કોટક, મેહુલ રૈયા, વિશાલ મિરાણી, મેહુલ રામાણી, અલ્પેશ ભીન્ડે, ચિંતન રાજદે, ભાવેશ રામાણી, મહિલા મંડળના પ્રમુખ રંજનબેન રાજદે, ભાવનાબેન ભીન્ડે, સરસ્વતીબેન ચંદે, વસીબેન ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.


