Gujarat

છેલ્લા છ વર્ષથી મારા મારીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને ગોધરા ખાતેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં પેરોલ ફર્લો જમ્પના તથા વચગાળા જામીન ઉપરથી ફરાર થઇ ગયેલ આરોપી તથા ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહાર અને રાજય બહારના આરોપીઓની ધરપકડ. કરી અસરકારક કામગીરી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ  નાઓને સુચના કરેલ જે અનુસંધાને  ડી.એન.ચુડાસમા પો.ઈન્સ. નાઓના માર્ગદર્શન હેઠળ ડી.એમ.વસાવા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ માણસોને મળેલ બાતમી હક્કિત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન II ગુ.ર.નં.૨૩/૨૦૧૭ IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને તેઓના ઘરેથી ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપેલ છે.
રિપોર્ટર રહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *