Gujarat

છોટાઉદેપુર કરાલી પોલીસ સ્ટેશન ખાતે એસ.પી. ધર્મેન્દ્ર શર્માની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્પેક્શન તેમજ લોકદરબાર યોજાયો

છોટાઉદેપુરના કરાલી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધ્યક્ષ ધર્મેન્દ્ર શર્મા તથા જિલ્લા નાયબ પોલીસ અધ્યક્ષ એ.વી. કાટકડ ની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્પેક્શન તેમજ લોકદરબાર યોજાયો હતો. જેમાં કલારાણી, કરાલી તેમજ આજુ બાજુના ગામના વહેપારીઓ તથા આગેવાનો હાજર રહ્યા હતા. પ્રતિવર્ષ જિલ્લા પેાલીસ વડા પ્રત્યેક પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન કરે છે. અને નગરના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનોની રજૂઆતો માટે મિટીંગ બોલાવી સાંભળી તેના નિકાલના પ્રયાસો કરે છે.જેઓને તેમની સમસ્યાઓ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં તેમજ કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ખુબ સારી છે પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાત સાર્થક છે. તેમજ હાજર રહેલા આગેવાનોએ એ.વી.કટકડની જિલ્લામાંથી બદલી થતા. દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. અંતે હાજર રહેલા આગેવાનોએ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા નાયબ અધ્યક્ષ એ.વી.કાટકડ તથા કરાલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એન.જી.રોહિત નું પૂષ્પગુછં થી સન્માન કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220922_221206.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *