તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીમાં છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ પદે નવ નિયુક્ત થયેલા ઉપેન્દ્ર રાઠવા નો સોમવારે સાંજે દરબાર હોલ ખાતે સત્કાર સમારોહ સહિત આગામી વિધાનસભા ચૂંટણીની પુરજોશમા તૈયારીઓ ના ભાગરૂપે છોટાઉદેપુર શહેર અને તાલુકા પેજ સમિતિના કાર્યકરોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર વિધાનસભા બેઠકના પ્રભારી શશીકાંત ભાઈ ,જિલ્લા પ્રભારી રમેશભાઈ મિસ્ત્રી,જીગીષાબેન શેઠ,પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મુકેશ રાઠવા,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને મહામંત્રીઓ ,પૂર્વ પ્રમુખ સહિત શહેર અને તાલુકાના યુવા અને મહિલા મોરચાના તમામ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા,અને નવનિયુક્ત જિલ્લા પ્રમુખને ફુલહાર કરી સત્કાર કરવામાં આવ્યું હતું, સાથે આગામી વિધાનસભા બેઠક જંગી બહુમતી થી જીતવા અંગે પેજ સમિતિ દ્વારા કઇ રીતે અને શું કામગીરી કરવી તે અંગે પ્રભારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


